ગુજરાતમાં ફરી ત્રાટકશે માવઠું! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરીથી ચોમાસા જેવો માહોલ જોવા મળશે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 2થી 4 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.
જોકે મહત્વની બાબત એ છે કે આ વખતે ગયા અઠવાડિયા જેવું ખતરનાક માવઠું થશે નહીં. ગયા વખતની જેમ સાર્વત્રિક અને ભારે વરસાદની કોઈ આગાહી નથી. આ વખતે ફક્ત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી છે.
Latest Videos
Latest News