AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : બાથરૂમનો દરવાજો ખોલતા જ સામે આવ્યો 7 ફૂટનો મગર, આણંદમાં રેસ્ક્યૂ ટીમે કર્યું રેસ્ક્યૂ !

ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના હોશ ઉડી ગયા, જ્યારે બાથરૂમનો દરવાજો ખોલતા જ તેમની સામે 7 ફૂટ લાંબો મગર જોવા મળ્યો. ઘરની અંદર અચાનક મગરને જોઈને પરિવારના સભ્યોમાં ભયનો માહોલ હતો.

Trending Video : બાથરૂમનો દરવાજો ખોલતા જ સામે આવ્યો 7 ફૂટનો મગર, આણંદમાં રેસ્ક્યૂ ટીમે કર્યું રેસ્ક્યૂ !
Gujarat Anand Crocodile RescueImage Credit source: AI Generated
| Updated on: Aug 01, 2026 | 8:31 AM
Share

ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારના સભ્યોએ જ્યારે બાથરૂમ તરફ જવા માટે દરવાજો ખોલ્યો ત્યારે અંદર એક મોટો મગર બેઠેલો જોવા મળ્યો. મગરને જોઈને પરિવારજનોએ તાત્કાલિક લોકોને જાણ કરી હતી.

ઘરમાં મગર ઘૂસી આવ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની માહિતી વન વિભાગ અને રેસ્ક્યૂ ટીમને આપવામાં આવી હતી. માહિતી મળતા જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને એક કલાકના ઓપરેશન બાદ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

વીડિયોમાં જોઈ શકાય છે કે રેસ્ક્યૂ ટીમના સભ્યોએ ખૂબ જ સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. મગરને કોઈ નુકસાન ન થાય અને આસપાસના લોકોને પણ જોખમ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. લગભગ એક કલાકની મહેનત બાદ ટીમે 7 ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ મગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ ટીમની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ચોમાસાની ઋતુ દરમિયાન જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી શકે છે

ચોમાસાની ઋતુ દરમિયાન નદી, તળાવ અને જળાશયોમાં પાણીનું સ્તર વધવાથી ઘણીવાર મગર જેવા જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવી શકે છે. ખાસ કરીને નદી કિનારા અથવા પાણીના સ્ત્રોત નજીક રહેતા લોકોને આવા સમયે વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઘરમાં અથવા આસપાસ કોઈ વન્ય પ્રાણી જોવા મળે તો તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં, તાત્કાલિક વન વિભાગ અથવા રેસ્ક્યૂ ટીમને જાણ કરવી જરૂરી છે. આ ઘટનામાં પરિવારની સતર્કતા અને રેસ્ક્યૂ ટીમની કામગીરીને કારણે મગરને સુરક્ષિત રીતે બચાવી શકાયો હતો. કોઈ જાનહાનિ પણ થઈ નહોતી.

આ પણ વાંચો, Breaking News : સુરત શહેર માટે 26 કલાક અતિભારે, આર્મીની 2 ટીમ સહિત ફાયર વિભાગની 16 ટીમો તૈનાત, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">