AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વાઈબ્રન્ટ ગુજરાત’ થી આદિવાસી વિસ્તારની કાયાપલટ, 90 લાખથી વધુનો સર્વાંગી વિકાસ કરાયો

વિકસિત ગુજરાતની વાસ્તવિકતાના પાયામાં વાઈબ્રન્ટ ગુજરાત શૃંખલાઓની ભૂમિકા મહત્વની છે. રાજ્યને વિકસિત બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાતની પરિકલ્પ્ના સાકાર કરવામાં આવી છે. આજથી ૨૦ વર્ષ પહેલા નરેન્દ્ મોદીએ વિકાસથી વંચિત સમાજના વર્ગને વિકાસની યાત્રામાં જોડીને સમાજના વિકાસની સાથોસાથ રાજ્ય અને રાષ્ટ્રનો સમગ્રતયા વિકાસ કરવાનો રોડમેપ તૈયાર કર્યો.

‘વાઈબ્રન્ટ ગુજરાત’ થી આદિવાસી વિસ્તારની કાયાપલટ, 90 લાખથી વધુનો સર્વાંગી વિકાસ કરાયો
વાઈબ્રન્ટ ગુજરાતની ભૂમિકા મહત્વની
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 01, 2024 | 3:32 PM
Share

બે દાયકા પહેલાં ગુજરાતનાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂ. 15 હજાર કરોડનું બજેટ ધરાવતી ‘વનબંધુ કલ્યાણ યોજના’ એમણે અમલમાં મુકીને રાજ્યના આદિવાસી બાંધવોના સમગ્રતયા વિકાસની નવતર પરિભષા અંકિત કરી. બે દાયકા પહેલાં વાઈબ્રન્ટ ગુજરાતનું જે બીજરોપણ કર્યું હતું, તે આજે વટવૃક્ષ બની ગયું છે. તેના પરિણામે રાજ્યના આદિવાસી વિસ્તારની કાયાપલટ થઈ છે, ત્યાં માળખાકીય સુવિધાઓ, શૈક્ષણિક સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

બે દાયકા પહેલાં સમાજના તમામ વર્ગને રાજ્ય સરકારે વિકાસની મુખ્યધારામાં લાવવાનો મક્કમ પ્રયાસ કર્યો. વાઈબ્રન્ટ ગુજરાતમાં થયેલા વિકાસનો લાભ રાજ્યના પૂર્વ પટ્ટીમાં આવેલા આદિવાસી વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજ્યના પૂર્વ પટ્ટીમાં આવેલા 14 જિલ્લામાં વસતા 90 લાખ આદિવાસી બાંધવો આજે વિકાસની મુખ્યધારામાં સામેલ થયા છે. ગુજરાતનો આદિવાસી બાંધવ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સધ્ધર થયો છે. વનબંધુ કલ્યાણ યોજના-1 ની સફળતા બાદ રાજ્ય સરકારે એક લાખ કરોડથી વધુની જોગવાઈ ધરાવતી વનબંધુ કલ્યાણ યોજના-૨ અમલમાં મુકી છે.

આદિવાસી બાંધવાનું શૈક્ષણિક સશક્તીકરણ

અભ્યાસ કરતા આદિવાસી યુવાઓને કોઇ તકલીફના પડે તે માટે શિષ્યવૃતિથી લઈને રહેવા જમવાની સુવિધાવાળા આધુનિક સુવિધાથી સજ્જ 1105 જેટલા છાત્રાલયો બનાવવામાં આવ્યા છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વનબંધુઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે મોડેલ આદર્શ નિવાસી શાળાઓમાં આદિવાસી યુવાઓ અભ્યાસ કરીને આગળ વધી રહ્યાં છે. મોડેલ આદર્શ નિવાસી શાળાઓમાં રહેવાની સાથે જમવાની નિશુલ્ક સુવિધા આપવામાં આવે છે.

ઉચ્ચ અભ્યાસ માટે તેમજ એન્જિનિયર જેવા ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ માટે પ્રવેશ સમયે લેવાતી JEE અને JEE પ્રવેશ પરીક્ષાના કોચિંગ માટેની યોજના હેઠળ રૂ.3880.69 લાખના ખર્ચે 44,175 આદિજાતિ વિદ્યાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. રૂ. 940 કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની 102 શાળાઓમાં 33,400 વિદ્યાર્થીઓને નિશુલ્ક ઉચ્ચ શિક્ષણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પોષણયુક્ત દૂધ મળી રહે તે માટે દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ.136 કરોડના ખર્ચે અંદાજિત 15.29 લાખ વિદ્યાર્થીઓને એનો લાભ આપવામાં આવ્યો છે.

રોજગાર અને સ્વરોજગારની દિશામાં મક્કમ પગલાં

રોજગાર એ દરેક વ્યક્તિના જીવનનું મહત્ત્વપૂર્ણ ચાલકબળ છે. આ ચાલકબળ વ્યક્તિને સમાજમાં જીવવા માટેનો માર્ગ પ્રશસ્ત કરી આપે છે. પરિણામે દેશનો આર્થિક આધાર સ્તંભ વધુ મજબૂત બને છે. એક સામાન્ય માણસની ખરીદશક્તિ ઉપર બજાર નિર્ભર હોય છે. સરકારે આદિવાસી યુવાઓને અનેક યોજનાઓ દ્વારા આર્થિક રીતે વધુ સક્ષમ બનાવ્યા છે. માનવ ગરિમા યોજના હેઠળ રૂ. 67.54 કરોડના ખર્ચે 68,233 જેટલા લાભાર્થીઓને સ્વરોજગાર માટે સહાય આપવામાં આવી છે.

વન અધિકાર અધિનિયમ હેઠળ લાભાર્થીઓના સશક્તિકરણ માટે રૂ. 76.94 કરોડના ખર્ચે 58,293 લાભાર્થીઓને કૃષિ સંલગ્ન સુવિધાઓ માટેના લાભ આપવામા આવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં આદિવાસી મહિલાઓને રોજગારી પૂરી પાડવાના હેતુસર સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ 1,62,301 દૂધાળા પશુઓ તથા તેમજ ડેરી વિકાસ સંલગ્ન સુવિધાઓ વિકસાવવા યોજના કાર્યાન્વિત કરવામાં છે.

વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન અને પાયલોટ તાલીમ યોજના અંતર્ગત 333 વિદ્યાર્થીઓને રૂ. 36.68 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે આદિવાસી વકીલોને ‘વકીલ સહાય યોજના’અંતર્ગત 814 કાયદા સ્નાતકોને લાભ આપવામાં આવ્યો છે. નાના –મધ્યમ કે લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા આદિવાસીઓને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સ્વરોજગારી યોજના હેઠળ ધિરાણ આપવામાં આવે છે. 1386 થી વધુ આદિજાતિ લાભાર્થીઓને નજીવા વ્યાજદરે રૂ. 35 કરોડથી પણ વધુ રકમનું ધિરાણ આપવામાં આવ્યું છે.

આજે ગુજરાતમાં પુરુષોની સાથે કદમ મિલાવતી આદિવાસી મહિલાઓ પણ ક્યાય પાછળ પડે તેમ નથી. આદિજાતિ મહિલાઓ માટે કોર્પોરેશન દ્વારા નહારી કેન્‍દ્ર માટે લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ 25 નહારી કેન્‍દ્રોને 1.25 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું છે. રાજ્યનો વનબંધુ જે કૃષિ સાથે સંકળાયેલો છે. તે સીધો કે આડકતરી રીતે પશુપાલન સાથે સંકળાયેલો છે. ત્યારે રાજ્ય સરકારે ડેરી વિકાસ યોજનાનો મુખ્ય હેતુ આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલી કરવામાં આવ્યો છે. આ યોજનાની શરૂઆત 2007-08 થી કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત લાભાર્થી આદિવાસી કુટુંબને બે દૂધાળા પશુ અને અન્ય સાધન સહાય આપવામાં આવે છે. આ યોજનામાં 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 1,62,301 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આવાસ શિક્ષણ અને રોજગાર મળતા વનબંધુઓ સમૃધ્ધ બન્યા છે. પરંતુ ધરતીનો છેડો ઘર સમાન આવાસ માટે રાજ્ય સરકારે વ્યક્તિગત આવાસ યોજના હેઠળ રૂ.201.78 કરોડના ખર્ચે 51,686 આવાસોનું નિર્માણ કર્યુ છે. તે સિવાય હળપતિ આવાસ યોજના હેઠળ રૂ.237.29 કરોડના ખર્ચે 23,760 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

સામાજિક સશક્તીકરણ

રાજ્ય સરકારે આદિવાસી દીકરીના લગ્ન પ્રસંગમાં આદિવાસી પરિવારને મદદરૂપ થવા કુંવરબાઈનું મામેરૂં યોજના અમલમાં મુકી છે. રૂ. 73 કરોડના ખર્ચે 82,511 જેટલા લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. આજે ભારત દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે ગુજરાત સરકારે સમાજના તમામ વર્ગોનાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમાં પણ રાજ્ય સરકારે આદિવાસી સમાજનાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક વિકાસ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. તેની પ્રતીતિ પૂર્વ પટ્ટીમાં રહેતાં આદિવાસી બાંધવોનાં જીવનધોરણમાં આવેલા પરિવર્તનથી જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ PM મોદી નવા વર્ષે દુનિયાના સુંદર ટાપુ પર કરશે રાત્રી રોકાણ, જેની ગુજરાતીએ કરી છે કાયાપલટ

છેલ્લા બે દાયકામાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાતના નવ સંસ્કરણના પરિણામે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને અપ્રતિમ વેગ મળ્યો છે તેનાથી ગુજરાતના ખૂણે ખૂણામાં ઉડીને આંખે વળગે એવો આર્થિક અને સામાજિક વિકાસ થયો છે. સ્વાભાવિક રીતે જ આના પરિણામે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. આજનો ગુજરાતી આદિવાસી બાંધવ તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરીને આગળ આવી રહ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">