Breaking News: સુરેન્દ્રનગરના બુબાળા ગામે 7 લોકોને લાગ્યો વીજશોક, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.
ટ્રેકટરમાં લગાવેલા હતા લોખંડના પતરા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામમાં વહેલી સવારે ખેત મજૂરો ટ્રેકટર લઇને ખેતરમાં જઇ રહ્યા હતા.આ ટ્રેકટરની ટ્રોલીમાં પતરા લગાવેલા હતા.ટ્રેકટરમાં આ પતરા 10થી 12 ફૂટ જેટલા ઊંચા લગાવવામાં આવ્યા હતા.જો કે આ પતરા વીજ વાયરને અડી ગયા હતા. જેના કારણે ટ્રેકટરમાં બેસેલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો.
ઇજાગ્રસ્તોની હાલત પણ ખૂબ જ ગંભીર
વીજ કરંટ લાગતા જ ટ્રેકટરમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલ ખૂબ જ ગંભીર હાલત છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.જો કે હાલ તો બેદરકારીના કારણે ત્રણ લોકોના મોત થયા હોવાનું જોવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો-ભરૂચ : અંકલેશ્વર નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક પર પથ્થરથી હુમલો, જુઓ વીડિયો
ખેતમજુરો મૂળ મધ્યપ્રદેશના હોવાની માહિતી
સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. આ તમામ ખેતમજુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે.
Three died due to electrocution while 4 injured in rural region, #Surendranagar #Gujarat #TV9News pic.twitter.com/rf25OS1SyT
— Tv9 Gujarati (@tv9gujarati) February 12, 2024