ભરૂચ : અંકલેશ્વર નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક પર પથ્થરથી હુમલો, જુઓ વીડિયો

ભરૂચ : અંકલેશ્વર નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક પર પથ્થરથી હુમલો, જુઓ વીડિયો

| Updated on: Feb 12, 2024 | 12:01 PM

ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસીમાં વાલિયા ચોકડી નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે ટ્રક ચાલક જીવ બચાવવા વાહન છોડી બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ પોલીસ તંત્રને થતા સ્ટાફ ઘટનસ્થળે દોડી ગયો હતો. 

રાતના સુમારે વાલિયા ચોકડી ફ્લાયઓવર નીચે કારને પાછળ દોડતી એક ટ્રકે ટક્કર મારી હતી. આ ઘટનામાં સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો પણ કારમાં સવાર  યુવાનો રોષે ભરાયા હતા. ટ્રક ચાલકની લાપરવાહી સામે તેની ઉપર પથ્થર વડે હુમલો કરી દેવાયો હતો. ટ્રક ચાલક બહાર નીકળી જતા તેનો પણ બચાવ થયો હતો. ઘટનાના પગલે ટ્રાફિક જામ થયો હતો.બનાવની જાણ પોલીસ તંત્રને થતા સ્ટાફ ઘટનસ્થળે દોડી ગયો હતો.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">