ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?

નદીઓ તેના મીઠા પ્રવાહ માટે જાણીતી હોય છે. નદી પીવાના પાણી અને ખેતી સહિતની સમસ્યાઓ હલ કરતી હોવાથી તેને લોકમાતાનો દરજ્જો પણ અપાય છે. શું તમે જાણો છો દેશમાં એક નદી એવી પણ છે જે 1300 કિલોમીટરના પ્રવાહ દરમિયાન 1250 થી 1270 કિલોમીટર આસપાસ મીઠા પાણીના પ્રવાહ સાથે વહી રહી છે

ગુજરાતમાં આ નદી મીઠા અને ખારા બંને પ્રવાહમાં વહી રહી છે, લોકમાતા તરીકે ઓળખાતી નદીનું રહસ્ય શું છે?
Follow Us:
| Updated on: Apr 21, 2024 | 11:43 AM

નદીઓ તેના મીઠા પ્રવાહ માટે જાણીતી હોય છે. નદી પીવાના પાણી અને ખેતી સહિતની સમસ્યાઓ હલ કરતી હોવાથી તેને લોકમાતાનો દરજ્જો પણ અપાય છે. શું તમે જાણો છો દેશમાં એક નદી એવી પણ છે જે 1300 કિલોમીટરના પ્રવાહ દરમિયાન 1250 થી 1270 કિલોમીટર આસપાસ મીઠા પાણીના પ્રવાહ સાથે વહી રહી છે જયારે તેનો અંદાજિત 30 થી 50 કિલોમીટરનો પ્રવાહ ખારાશનો અનુભવ કરાવી રહ્યો છે. આ વાત અન્ય કોઈ જળસ્ત્રોતની નહીં પણ ગુજરાત સહીત 4 રાજ્યની જીવાદોરી તરીકે ઓળખાતી નર્મદાની છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર નર્મદા પશ્ચિમ ભારતની સૌથી મોટી નદી છે જે મધ્ય પ્રદેશમાં અમરકંટક પર્વતમાળાથી નીકળે છે. નર્મદા દેશની પાંચમી અને ગુજરાતની સૌથી મોટી નદી છે. તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થઇ ખભાતના અખાતને મળે છે. ઉદ્દગ્મથી સમુદ્ર સંગમ સુધી નદીની કુલ લંબાઈ 1312 કિલોમીટર છે જ્યારે નર્મદા ડેમ સુધીની લંબાઈ 1163 કિલોમીટર છે.

નર્મદાના પાણી કચ્છની સુકીભઠ જમીનને તૃપ્ત કરી રહ્યા છે

નર્મદા નદી ઉપર ડેમનું નિર્માણ ચાર રાજ્યની જળસંકટની સમસ્યાના હલ સાથે વીજળી ઉત્પાદન ક્ષેત્રે મોટું યોગદાન આપે છે. નર્મદાના પાણી કચ્છની સુકીભઠ જમીન સુધીના વિસ્તારને તૃપ્ત કરી રહ્યા છે પણ ડેમના ડાઉન સ્ટ્રિમમાં દિવા તળે અંધારાની ઉક્તિ સાર્થક થાય છે. નદીના પાણીમાં ખારાશના કારણે નર્મદા કિનારે વસવાટ કરતા અહીંના લોકો પીવાના પાણી માટે નહેર અને સુરત જિલ્લાની ઉકાઈ યોજના ઉપર આધારિત છે. નર્મદા નદી નજર સામે હોવા છતાં ડાઉન સ્ટ્રિમના લોકોએ પાણી માટે અન્ય યોજનાઓ પર આધાર રાખવો પડે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માત્ર પીવાના પાણી માટેજ નહીં પણ ખેતી માટે પણ હવે અહીંના લોકો પાણીનો ઉપયોગ કરતા ડરે છે. ઉનાળાના સમયમાં પાણીનો ઉપયોગ બિલકુલ ટાળવાની ફરજ પડે છે. ખારાશ નર્મદાના પાણી પૂરતી નહીં પણ ભૂગર્ભ જળ સુધી પ્રભાવિત કરી ચુકી છે. નર્મદાના ડાઉન સ્ટ્રિમ સ્થિત ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના ભૂગર્ભ જળ ખારા બન્યા છે. ખેતી માટે બોરવેલ કરાવી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરનાર ખેડૂતો ઉપજ ઓછી મળી રહી હોવાની બૂમો પાડી રહ્યા છે. માછીમારોની હાલત પણ ખરાબ છે.

નર્મદાનો પ્રવાહ ખારો થવાની સમસ્યા શું છે?

ભરૂચના રહીશ હેમેન્દ્રભાઈ અનુસાર નર્મદા ડેમનું નિર્માણ તેની નિર્ધારિત ઊંચાઈએ પહોંચ્યા બાદ નર્મદાના ડાઉન સ્ટ્રિમમાં કેટલીક સમસ્યાઓ જોવા મળી છે. હાલમાં ડેમમાંથી નર્મદામાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. ઉનાળા દરમિયાન બાષ્પીભવન સાથેના પરિબળોના કારણે પ્રવાહ ધીમો પડે છે. આ સામે મોટી ભરતી સમયે સમુદ્ર નર્મદાના મીઠા જળને 30 થી 50 કિલોમીટર સુધી ધકેલી નર્મદાને ખારી બનાવી દે છે. માત્ર નદીજ નહીં આ વિસ્તારના ભગર્ભ જળ પણ પ્રભિવત થાય છે અને નર્મદાથી થોડા અંતરે આવવેલ બોરવેલનું પાણી પણ 2000 TDS સુધી ક્ષારયુક્ત બની ગયા છે.

2000 TDS સુધી ભૂગર્ભ જળ ખારા થયા

પાણીની શુદ્ધતા ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ (TDS) માં માપવામાં આવે છે.બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના એક રિપોર્ટ અનુસાર જો એક લિટર પાણીમાં TDS ની માત્રા 500 મિલિગ્રામથી ઓછી હોય તો આ પાણી પીવાલાયક છે પરંતુ આ માત્રા 250 મિલિગ્રામથી ઓછી ન હોવી જોઈએ કારણ કે, આના કારણે પાણીમાં રહેલા જરૂરી ખનિજો તમારા શરીર સુધી પહોંચતા નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઇડલાઇન મુજબ પાણીના લિટર દીઠ ટીડીએસની માત્રા 300 મિલિગ્રામથી ઓછી હોય તો તે યોગ્ય માપદંડ હેઠળ માનવામાં આવે છે. જો એક લિટર પાણીમાં 300 મિલિગ્રામથી 600 મિલિગ્રામ વચ્ચે ટીડીએસ નોંધાયેલ હોય તો તે પીવા માટે સુરક્ષિત માનવામાં આવે છે. જો કે, જો એક લીટર પાણીમાં TDS ની માત્રા 900 મિલિગ્રામથી વધુ હોય તો તે પાણી પીવાલાયક માનવામાં આવતું નથી.

પાણીની આદર્શ શુદ્ધતા 350 TDS છે.સાદા શબ્દોમાં કહીએ તો જે વૈજ્ઞાનિક તર્ક પર પણ સચોટ છેતે શુદ્ધ પાણી સ્વાદહીન, ગંધહીન અને રંગહીન હોય છે. ઘણા લોકો પાણીને મધુર બનાવવા માટે RO અથવા અન્ય ટેક્નોલોજી વડે પાણીને શુદ્ધ કરે છે અને TDS 100 બનાવે છે જે સ્તરે પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓના કણો પાણીમાં ઓગળવાનો ભય રહે છે.

માછીમાર સમાજે ખારી નર્મદા સામે આંદોલન ઉપાડ્યું છે

સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળાએ tv9 ને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના 5000 જેટલા પરિવાર માછીમારી પર નભે છે. નર્મદામાં કુલ 25 પ્રકારની માછલી મળતી હતી જળમાં આવેલા ફેરફારના કારણે હવે 10 થી 15 જાતિની માછલી મળે છે. આ ઉપરાંત માછીમારોની આવકને પણ ગંભીર અસર પહોંચી છે. માછીમાર સમાજે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી માંગ કરી છે કે નર્મદા ડેમના ડાઉન સ્ટ્રિમ માટે ફરી એકવાર સર્વે કરવામાં આવે અને નવા સર્વેના આધારે ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવતા પાણીની માત્રા નક્કી કરવા વિનંતી કરાઈ છે. મઢીવાળા અનુસાર હાલમાં છોડાતું 600 ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમ માટે અપૂરતું છે.

લાંબા સમયે જમીન બિન ઉપજાઉ બની શકે : નિર્મળસિંહ યાદવ, એગ્રિકલચર એક્સપર્ટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખેતી વિષય પર સંશોધનો કરનાર નિર્મળસિંહ યાદવ જણાવી રહ્યા છે શેરડી, કેલ , કપાસ અને તુવેર જેવા પાક નર્મદા કિનારાના ખેડૂતો વધુ પકવતા હોય છે. આ ખેડૂતોના બોરમાં ખારા પાણીની સમસ્યા ઉભી થઇ છે. વધુ TDS ના પાણીથી ખેતી કરવાથી ઉપજમાં ઘટાડો થયો છે પણ ખેડૂતો મજબૂરીમાં આ વિકલ્પ પણ અપનાવી રહ્યા છે. નિર્મળસિંહ અનુસાર આજે ઉપજ ઓછી મળવાની સમસ્યા છે પણ લાંબાગાળે જમીનો બિન ઉપજાઉ બની જાય તો નવાઈ નહીં .

સપ્ટેમ્બર 2023 ના રોજ 3 જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તબાહી મચાવી હતી

સપ્ટેમ્બર 2023 માં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 17 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાના કારણે ગુજરાતના ત્રણ જિલ્લામાં આવેલા પૂરને ભારે તબાહી મચાવી હતી. સરકારનો દાવો હતો કે 16 સપ્ટેમ્બરે અચાનક વાદળ ફાટવાને કારણે લાખો ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું.અનેક લોકો પહેરેલા કપડે રાહત શિબિરમાં જવું પડ્યું હતું. નર્મદા, ભરૂચ અને અંકલેશ્વર જિલ્લામાં 17 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. લાખો લોકોને અસર થઈ હતી. સેંકડો દુકાનોમ પાણીએ નુકસાન કર્યું જ્યારે ખેડૂતોનો પાક પણ નાશ પામ્યો હતો.

ભાડભૂતમાં બેરેજ બનાવવામાં આવી રહ્યો છે

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ભાડભુત બેરેજ બનાવવામાં આવી રહ્યો છે. એક સરકારી રીલીઝ મુજબ અંદાજીત રૂપિયા 5,300 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉદ્યોગો અને કૃષિ માટે શુધ્ધ પાણી પુરો પાડવાનો અને દરિયાના ખારા પાણીના નર્મદાને ખારી બનાવતા રોકવાનો છે.

ભાડભુત બેરેજ સમસ્યા હલ કરશે?

નિર્માણાધીન ભાડભુત ડેમનો ઉદ્દેશ નર્મદા નદીના પાણીની ગુણવત્તાને દરિયાની ખારાશથી ઊંચી ભરતી વખતે બચાવવા, પૂરને રોકવા તેમજ દહેજ, અંકલેશ્વર, સાયકા વિસ્તારના ઔદ્યોગિક એકમોની પાણીની જરૂરિયાતને સંતોષવાનો છે.

ખંભાતના અખાતમાં નર્મદા નદીના દક્ષિણ છેડે બનેલ દહેજ બંદર રાજ્યનું સૌથી ઝડપથી વિકસતું બંદર છે. દહેજ પીસીપીઆઈઆરની રચના બાદ અહીં ઔદ્યોગિક ગતિવિધિઓ તેજ બની છે. સુરત અને અમદાવાદથી અહીં ટ્રાફિકનું દબાણ વધ્યું છે. હાલના 6 લેન નેશનલ હાઈવે પર ઘણીવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

અંદાજે 30 કિમી લાંબો ભાડભુત બેરેજ સુરત, હાંસોટ, ભાડભુત અને દહેજ વચ્ચે 6 લેનનો કોસ્ટલ રોડ બનાવશે જે નર્મદાના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડશે. આ યોજનાના કારણે પાણી આવે ટ્રાફિક બંને સમસ્યા હલ થવાની આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : ગુજરાત બન્યું ગ્લોબલ વોર્મિંગનો પહેલો શિકાર! સમુદ્રનું પાણી આફત બની રહ્યું છે, દરિયાકાંઠાના શહેર પાણીમાં ડૂબી જશે

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">