AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં સગીર વિદ્યાર્થી સાથે ભાગી જનાર 23 વર્ષીય શિક્ષિકાને કોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી, જુઓ Video

સુરત શહેરમાં 23 વર્ષીય અપરણિત મહિલા શિક્ષિકા,એક વિદ્યાર્થીને ભગાડી જતા પકડાઇ હતી, તેને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી છે. પોલીસે ધરપકડ કર્યા બાદ મહિલા શિક્ષિકા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. અદાલતે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા તપાસ એજન્સીને સૂચના આપી છે.

Breaking News : સુરતમાં સગીર વિદ્યાર્થી સાથે ભાગી જનાર 23 વર્ષીય શિક્ષિકાને કોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી, જુઓ Video
Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2025 | 1:48 PM

સુરત શહેરમાં 23 વર્ષીય અપરણિત મહિલા શિક્ષિકા,એક 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જતા પકડાઇ હતી, તેને ગર્ભપાત માટે કોર્ટે મંજૂરી આપી છે. પોલીસે ધરપકડ કર્યા બાદ મહિલા શિક્ષિકા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. અદાલતે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા તપાસ એજન્સીને સૂચના આપી છે. તેમજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને એક સપ્તાહની અંદર ગર્ભપાત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સુરતમાં શિક્ષિકાને ગર્ભપાતની મંજૂરી

મહિલા શિક્ષિકા દ્વારા અદાલતમાં ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શિક્ષિકા વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તે વિદ્યાર્થીનું જ બાળક હતું. વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી શિક્ષિકાને ઝડપી હતી. શિક્ષિકાની ધરપકડ બાદ મહિલા શિક્ષિકા ગર્ભવતી હોવાનું સ્પષ્ટ થતાં મામલો વધુ ગંભીર બની ગયો હતો. પોલીસે તેના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે. હવે કોર્ટે શિક્ષિકાની અરજીને માન્ય રાખી ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. આ કેસ હવે ડીએનએ પરીક્ષણ અને વિદ્યાર્થીઓની સંમતિ સાથેના સંબંધો અંગેની કાનૂની કાર્યવાહી તરફ આગળ વધી રહ્યો છે.

તિજોરીમાં ભૂલથી પણ ના રાખશો આ 3 વસ્તુ, ધન-સંપત્તિ ઘટી જશે
સૂતી વખતે ઓશિકા નીચે શું રાખવું જોઈએ?
Plant in pot : ચોમાસામાં ઘરે ઉગાડો આ ફૂલ, બજારમાંથી ખરીદવાની જરુરત નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 24-06-2025
પિતૃદોષના લક્ષણ, કારણો અને ઉપાય તમે નહીં જાણતા હોવ
દિવસમાં કેટલી વાર બ્રશ કરવું જોઈએ?

શું હતી સમગ્ર ઘટના ?

થોડા દિવસ અગાઉ સુરત શહેરમાં 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થિની સાથે ફરાર થયા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પુણા પર્વત પાટિયા વિસ્તારની શિક્ષિકા, પોતાની પાસે 3 વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભગાડી ગઇ હોવાનું સામે આવ્યું હતુ.

આ ઘટનાના CCTVમાં વિદ્યાર્થીને લઈ જતી શિક્ષિકાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો. પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષિકા કિશોરને લઈને ઊંઝા ગઈ હોવાની આશંકા છે. તો શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને શામળાજી બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">