AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tapi News : “મિલેટ કી રંગ બેરંગી થાલી” થીમ હેઠળ મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ

સંકલ્પ સપ્તાહ અંતર્ગત આઇ.સી.ડી.એસ વિભાગ તાપી દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકામાં સુપોષિત પરિવાર કાર્યક્રમ યોજાયો - “મિલેટ કી રંગ બેરંગી થાલી” થીમ હેઠળ મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ. 

Tapi News : “મિલેટ કી રંગ બેરંગી થાલી” થીમ હેઠળ મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 11:36 PM
Share

તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સંકલ્પ સપ્તાહ અંતર્ગત આઇ.સી.ડી.એસ વિભાગ તાપી દ્વારા તમામ આંગણવાડીમાં આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.

કાર્યક્રમને અનુલક્ષીની આજરોજ નિઝર અને કુકરમુંડા તાલુકા સહિત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા,ધાત્રી,કિશોરી બાળકોની આરોગ્ય તપાસ રસીકરણ, સખી મંડળના બહેનો સાથે રહી બાળકોની વજન- ઉચાઈ, ગોદ ભરાઈ, અન્નપ્રાસન, મિલેટ વાનગી સ્પર્ધા, સરગવાનું રોપણ,પૌષ્ટિક બગીચા, જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

આ દરમ્યાન 170 આંગણવાડી કેન્દ્ર ખાતે SHG ના બહેનો સાથે સંકલન કરી 0 થી 5 વર્ષના કુલ બાળકોનુ સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 8669 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ સગર્ભા બહેનોની સુપોષણ સંવાદ દિવસની ઉજવણી અને ગોદ ભરાઇ કાર્યક્રમ, સગર્ભા માતાનુ સ્ક્રિનિંગ કામગીરી, ધાત્રી માતાનુ સ્ક્રિનિંગ, કિશોરીનુ સ્ક્રિનિંગની કામગીરી, 6 માસ પુર્ણ થતા બાળકોને અન્નપ્રસાન દિવસે ઉપરી આહારની શરૂઆત કરી ઉપરી આહાર અને અન્નપ્રસાનના મહ્ત્વ અંગે સમજ આપવામાં આવી હતી.

તથા આંગણવાડી કેન્દ્ર અને લાભાર્થીના ધરે સરગવાના છોડનુ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂમકીતળાવ અને ગંગથા ગામ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત સેજાકક્ષા એ “મિલેટ કી રંગ બેરંગી થાલી” થીમ અંતર્ગત મિલેટ વાનગી પ્રર્દશન અને વાનગી સ્પર્ધા યોજાઇ હતી.

આ પણ વાંચો : Surat : ઉકાઇ ડેમમાં મહત્તમ જળ સપાટી 345 ફૂટ પર પહોંચી, કેનાલ અને હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી છોડાયું પાણી, જુઓ Video

આ વાનગીઓને ખાસ કરીને કિશોરીઓ દ્વારા સેજા કક્ષાએ મિલેટમાથી બનતી વાનગીઓનું નિદર્શન કરાવી તેને ભોજનમા શામેલ કરવા સમજ કેળવવામાં આવી હતી. નોંધનિય છે કે, નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકાઓના વિકાસ માટે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી 500 તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાંથી 13 તાલુકાઓ પસંદ થયા છે. જે અંતર્ગત તાપી જિલ્લાનો નિઝર અને કુકરમુંડા તાલુકાનો પણ એસ્પિરેશનલ બ્લોકસમાં સમાવેશ થાય છે.

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">