Surat : ઉકાઇ ડેમમાં મહત્તમ જળ સપાટી 345 ફૂટ પર પહોંચી, કેનાલ અને હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી છોડાયું પાણી, જુઓ Video
ચોમાસા દરમિયાનથી જ તાપીમાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે.ઉકાઇ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી ગઇ છે. કારણ કે ઉપરવાસમાંથી 5 હજાર 927 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો, રૂલ લેવલ જાળવવા ડેમમાં પાણીની જેટલી આવક થઇ છે,
Tapi : ચોમાસા દરમિયાનથી જ તાપીમાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે. તો હવે, ઉકાઇ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી ગઇ છે. કારણ કે ઉપરવાસમાંથી 5 હજાર 927 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો, રૂલ લેવલ જાળવવા ડેમમાં પાણીની જેટલી આવક થઇ છે, તેટલી જાવક કરવામાં આવી છે. તેમજ કેનાલ અને હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Tapi News : ઉકાઈ ડેમની જળસપાટી 343.23 ફૂટ પર પહોંચી , તાપી નદીમાં પાણી છોડાતા તંત્ર સજ્જ, જુઓ Video
મહત્વનું છે કે ગત વર્ષની જેમ આ વખતે પણ પાણીની કોઈ સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ સર્જાશે નહિ. જોકે પાણીનું સ્તર વધવાથી વહીવટી તંત્રમાં ચિંતાજનક સ્થિતિ છે. ડેમમાં પાણીનો સ્તર તેની મહત્તમ સપાટી 345 ફૂટ પર પહોંચી ગયો છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને લઈને પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોઝવેની સપાટી પણ ઘટી છે. આજે સવારે 10 વાગ્યે કોઝવેની સપાટી 5.95 મીટર નોંધાઈ છે. જેના પગલે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે.