AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: લખતર તાલુકાના ઝંમર ગામ નજીક અકસ્માતમાં 2 કોન્સ્ટેબલના મોત, પોલીસ બેડામાં શોકની લાગણી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના રહેવાસી અને ગાંધીનગરમાં કમાન્ડો ટ્રેનિંગમાં ફરજ બજાવતા બંને પોલીસ કોન્સ્ટેબલ પહેલા સુરેન્દ્રનગરથી ગાંધીનગર કોર્ટ પહોંચ્યા હતા. જે પછી મોડી સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.

Surendranagar: લખતર તાલુકાના ઝંમર ગામ નજીક અકસ્માતમાં 2 કોન્સ્ટેબલના મોત, પોલીસ બેડામાં શોકની લાગણી
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 2:06 PM
Share

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલના લખતર તાલુકામાં આવેલા એક ગામ નજીક અકસ્માતમાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બંને કોન્સ્ટેબલ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક કોઇ જંગલી પશુ આડે આવી ગયુ હતુ. બંને પોલીસ કોન્સ્ટેબલ નીચે ફસડાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પછી બંને પોલીસ કોન્સ્ટેબલને નજીકની હોસ્પિટલ લઇ જતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઇને પોલીસ જગત અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

જંગલી પશુ આડે આવતા સર્જાયો અકસ્માત

ગઇકાલે 12 નવેમ્બરે મોડી સાંજે સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને ગાંધીનગરમાં કમાન્ડો ટ્રેનિંગમાં ફરજ બજાવતા બંને પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કોર્ટ પહોંચ્યા હતા. જે પછી મોડી સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા. તે સમયે લખતર તાલુકાના ઝંમર ગામ નજીક કોઇ પશુ પોલીસ કોન્સ્ટેબલના બાઇક સાથે ટકરાઇ ગયુ હતુ. જે પછી બંને કોન્સ્ટેબલ બાઇક પરથી ફસડાઇ પડ્યા હતા. જેમને જોઇને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

સુરેન્દ્રનગરના પોલીસ બેડામાં શોકની લાગણી

કેટલાક લોકોએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બંને કોન્સ્ટેબલને જોઇને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં કોલ કર્યો હતો. જે પછી બંને 108 દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ બંનેના મૃત્યુ થઇ ગયા હતા. બંને પોલીસ કોન્સ્ટેબલના મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાની જાણ થતા જ DySP, DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

(વિથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">