લો બોલો ! સુરેન્દ્રનગરની સરકારી શાળામાં ધોરણ 3ની પરીક્ષામાં છબરડો, વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત, જુઓ VIDEO
સરકારી પ્રાથમિક શાળામાં(Primary School) પરીક્ષામાં થયેલા છબરડા અંગે આચાર્યએ પણ ગુજરાતી વિષયના પેપરમાં એકનો એક સવાલ ત્રણ વાર પૂછવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો છે.
Surendranagar : સુરેન્દ્રનગરની સરકારી પ્રાથમિક શાળામાં(Primary School) ધોરણ ત્રણની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. ધોરણ ત્રણના પેપરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ (Primary education committee) , શિક્ષણ વિભાગ અને પ્રિન્ટિંગ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે ધોરણ ત્રણના ગુજરાતી વિષયના પેપરમાં એકનો એક સવાલ ત્રણ વાર પૂછવામાં આવ્યો છે. પ્રથમ પેજ, બીજા અને ત્રીજા પેજ પર એક સરખો જ પ્રશ્ન પૂછાતા છબરડો સામે આવ્યો છે. વાલી અને AAPના આગેવાનો જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તો બીજી તરફ શાળાના આચાર્યએ પણ ગુજરાતી પેપરમાં (Gujarati paper) ત્રણેય પાના પર એક સરખા પ્રશ્નો હોવાનો સ્વીકાર કર્યો છે.
ગુજરાતીના પેપરમાં સામે આવ્યો છબરડો
તો બીજી બાજુ જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં લેવામાં આવેલી પરીક્ષામાં પણ છબરડો સામે આવ્યો છે. ગુજરાતીના 80 ગુણના પેપરમાં 8 સવાલ બીજા સત્રના પૂછાતા વિવાદ ઉભો થયો છે. માહિતી મુજબ નગર પ્રાથમિક સમિતિની 45 શાળાઓમાં આ છબરડો થયો છે. હાલ શાળા નંબર 42ના શિક્ષકે શાળાઓએ જિલ્લા તાલીમ ભવનમાં મેઈલ કરી આ ઘટનાની જાણ કરી છે.હાલ વિદ્યાર્થીઓએ છબરડા અંગે ઉપરી તંત્ર નિરાકરણ લાવશે તેવી આશા વ્યક્ત કરી છે.
