AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news : સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલિંગની કામગીરીને કારણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ, તો કેટલીક ટ્રેન પડશે મોડી

ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 05.01.2023 થી 15.01.2023 સુધી રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન આ કામને લીધે મોડી ઉપડશે.

Railway news : સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલિંગની કામગીરીને કારણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ, તો કેટલીક ટ્રેન પડશે મોડી
ડબલ ટ્રેકના કારણે થશે ટ્રેન સેવાને અસર
Darshal Raval
| Edited By: | Updated on: Jan 04, 2023 | 11:32 AM
Share

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર -રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 4 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ડિવિઝનલ રેલ્વે પ્રવક્તાના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 05.01.2023 થી 15.01.2023 સુધી રદ કરવામાં આવી છે.  તો કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન આ કામને લીધે મોડી ઉપડશે. આથી તંત્રએ મુસાફરોને જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે .જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ ડિવિઝનમાં ડબલિંગની કામગીરીને કારણે રેલ ટ્રાફિકને અસર થશે

4 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી સુધી રદ કરાયેલી ટ્રેન

• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 05.01.2023 થી 15.01.2023 સુધી રદ

• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 06.01.2023 થી 16.01.2023 સુધી રદ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન:

• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 04.01.2023 થી 14.01.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 04.01.2023 થી 14.01.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ને 05.01.2023, 07.01.2023, 09.01.2023, 12.01.2023 અને 14.01.2023 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. • ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 06.01.2023, 08.01.2023, 10.01.2023, 13.01.2023 અને 15.01.2023ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્યુલ  કરવામાં આવેલી ટ્રેન

• ઓખાથી 05.01.2023 અને 12.01.2023ના રોજ ઉપડનારી ટ્રેન નં. 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસને રીશેડ્યુલ કરવામાં આવશે. આ બંને દિવસે આ ટ્રેન ઓખાથી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 14.05 કલાકને બદલે 16.35 કલાકે ઉપડશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેન:

04.01.2023 થી 16.01.2023 ના સમયગાળા દરમિયાન દિવસ મુજબ માર્ગમાં રેગુલેટ (મોડી) થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. • બુધવાર: ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

• ગુરુવાર: ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

• શુક્રવાર: ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">