AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આંતક, એક શ્વાને 100થી વધુ લોકોને શિકાર બનાવતા સ્થાનિકોએ શ્વાનને માર્યો માર

સુરેન્દ્રનગરમાં ટાવરચોક વિસ્તારથી આંબેડકર ચોક સુધીમાં હડકાયા શ્વાનએ 100 થી વધુ લોકોને બચકા ભર્યા એટલું જ નહીં ભોગ બનારમાં મોટા ભાગના 2 થી 3 વર્ષના નાના બાળકો હોવાનું સામે આવ્યું છે. પાંચથી છ કલાકમાં 100 જેટલા વ્યક્તિઓને બચકું ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હડકાયા શ્વાનને પકડવા સ્થાનિક લોકોએ તંત્રને કરી અપીલ કરી પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. 

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આંતક, એક શ્વાને 100થી વધુ લોકોને શિકાર બનાવતા સ્થાનિકોએ શ્વાનને માર્યો માર
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 27, 2023 | 6:36 PM
Share

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાનનો આંતક હોવા છતાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહીં. હડકાયા શ્વાનને કારણે પરિણામે કેટલા કલાકો માટે બજારમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો, એટલું જ નહીં લોકોએ પોતાના બાળકોને બહાર નીકળવા ન દીધા અને ઘર દુકાનો બંધ રાખ્યા. હડકાયા શ્વાનને પકડવા માટેની તસ્દી નગરપાલિકાના અધિકારીઓએ લીધી નહીં જેના કારણે સ્થાનિકોએ કંટાળીને શ્વાનને માર મારી અને તેનો જીવ લઈ લીધો.

સુરેન્દ્રનગરમાં કુતરા કરડવાની ઘટના સામાન્ય છે પરંતુ આ કિસ્સામાં એક જ કુતરા દ્વારા પાંચથી છ કલાકમાં 100 જેટલા વ્યક્તિઓને બચકું ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હડકાયા શ્વાનને પકડવા સ્થાનિક લોકોએ તંત્રને કરી અપીલ કરી પરંતુ નગરપાલિકાના જાડી ચામડીના હોદ્દેદારો અને અધિકારીઓના કારણે આ વાત પહોંચી નહીં અને જ્યારે સ્થાનિકો દ્વારા કુતરાને મારી નાખવામાં આવ્યું ત્યારે કામગીરીનો દેખાડો કરવા માટે આ અધિકારીઓ મેદાનમાં આવી ગયા.

કુતરાના બચકાથી ઇજાગ્રસ્ત બનેલા 30 થી વધુ લોકોને સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઉપરાંત મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ સંખ્યાબંધ વ્યક્તિઓએ સારવાર લેવાની ફરજ પડી

માત્ર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં જ 51 દિવસમાં 1243 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. એટલું જ નહીં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં રોજના 40થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જેમાંથી રોજના હડકવાના 4 થી 5 કેસ નોંધાય છે. પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજમાં સિવિલ કરતા વધુ કેસ દરરોજ નોંધાય છે જેનો કોઈપણ પ્રકારનો ડેટા નગરપાલિકા કે આરોગ્ય વિભાગ પાસે રાખવામાં આવતો નથી

નગરપાલિકા દ્વારા રખડતા શ્વાન જ્યારે કરતા હોય છે ત્યારે પણ કોઈ કામગીરી કરવામાં આવતી જ નથી આ કિસ્સામાં બે વર્ષનું બાળક તેના પિતા સાથે જતું હતું ત્યારે હડકાયુ કુતરુ તેને કરડી ગયું આ ઉપરાંત અન્ય એક આધેડને પણ છાતીના ભાગે બટકું ભરી કુતરુ નાસી છૂટ્યું રોજિંદા કામમાં વ્યસ્ત અનેક વ્યક્તિ હડકાયા શ્વાનનો ભોગ બન્યા મોટી સંખ્યામાં બાળકોને પણ હડકાયા શ્વાને બચકું ભર્યું જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો.

કુતરા પકડવાની કામગીરીમાં નગરપાલિકાની કોઈ ટીમ તૈયાર કરવામાં આવી જ નથી રોજના સંખ્યાબંધ વ્યક્તિઓને કુતરા કરડવાના કિસ્સા સામે આવી રહ્યા છે, જેની સામે નગરપાલિકાના અધિકારીઓ મુખ પરિક્ષક બની અને આવા કિસ્સાઓ જોતા રહ્યા છે વધતી જતી કુતરા કરડવાની ઘટનાઓના કારણે સ્થાનિકોમાં રોષ છે.

માત્ર સરકારી હોસ્પિટલોના જ ડોગ બાઈટના આંકડા ચોકાવનારા છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલના ડોગ બાઈક ના ડેટા મેળવવાની કોઈ વ્યવસ્થા નથી. જિલ્લાની તમામ પ્રાઇવેટ હોસ્પિટલોમાં દરરોજના ડોગ બાઈટના કેટલા કેસ આવે છે તેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કુતરા કરડવાના આંકડાઓ ખૂબ જ ઓછા જણાય છે આરોગ્ય વિભાગ દ્વારા ડેટા સંકલન માટેની કોઈ જ વ્યવસ્થા નહીં સાથે જિલ્લા લેવલે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના ડેટા સંકલનનો અભાવ આ કિસ્સા પરથી સ્પષ્ટ જોવા મળ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાનનનો આતંક, સિવિલમાં 51 દિવસમાં ડોગ બાઈટના 1 હજારથી વધુ કેસ નોંધાયા

નગરપાલિકા પ્રમુખ સાથે Tv9 ની ટીમે  આ અંગે વાત કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી કુતરાના આતંક મામલે નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞા પંડ્યા કુતરા પકડવાની કામગીરી અને ટીમોના મામલે પ્રમુખ મૂંઝવણમાં મુકાયા હતા. રખડતા કુતરા પકડવાની કામગીરી જ ના હોવાના સ્થાનિકોના આક્ષેપ સામે અધિકારીઓ ચૂપ રહ્યા અને એ વાતનો સ્વીકાર કર્યો કે સતત આ પ્રકારની કામગીરી કરવામાં આવતી જ નથી નગરપાલિકા પાસે કુતરા પકડવાની કોઈ વ્યવસ્થા જ નથી સેનિટેશનની ટીમ દ્વારા જરૂરિયાતના સમયે કામગીરી કરાવાય છે તેવું સ્પષ્ટ નગરપાલિકા પ્રમુખ દ્વારા Tv9 ની ટીમને જણાવવામાં આવ્યું.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">