World bicycle Day : SMCના કર્મચારીઓ માટે સાયકલ ટુ વર્ક અભિયાનનો પ્રારંભ, મેયર સાયકલ ચલાવી કચેરી પહોંચ્યા

પર્યાવરણને બચાવવાની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખતા સાયકલ ટુ વર્ક અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા મહિનામાં પ્રથમ શનિવારે કર્મચારીઓ સાયકલ પર ઓફિસ આવે દરેક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

World bicycle Day : SMCના કર્મચારીઓ માટે સાયકલ ટુ વર્ક અભિયાનનો પ્રારંભ, મેયર સાયકલ ચલાવી કચેરી પહોંચ્યા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 03, 2023 | 1:26 PM

Surat :  સમગ્ર વિશ્વમાં આજે સાયકલ દિવસની (World bicycle Day) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પર્યાવરણને બચાવવાની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખતા સાયકલ ટુ વર્ક અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા મહિનામાં પ્રથમ શનિવારે કર્મચારીઓ સાયકલ પર ઓફિસ આવે દરેક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ ટુ વર્ક અભિયાનની શરૂઆત કરાવતા મેયર પોતાના નિવાસસ્થાનેથી કચેરી સુધી સાયકલ ચલાવીને પહોંચ્યા હતા.

આ પણ વાંચો-Surat : ભાડુઆત મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી થઇ ગયો હતો ફરાર, 5 મહિનાની મહેનત બાદ પોલીસે ઝડપી પાડ્યો

ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે

સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક વ્યક્તિઓને સાયકલ ચલાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારે આ અનુરોધના પ્રથમ તબક્કામાં જ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાયકલ ચલાવીને ઓફિસ આવવા માટે સૂચના આપવામાં આવી હતી. કર્મચારીઓને સુરત સ્માર્ટ સિટીની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહી હતી. સાથે જ પર્યાવરણ સંરક્ષણ અને ટ્રાફિક પાર્કિંગ સમસ્યાના નિરાકરણ માટે આ પહેલ મદદરૂપ થશે. કર્મચારીઓને પોતાની સાયકલ ચલાવતા ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરવાના રહેશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો- Breaking News : જામનગરના તમાચણ ગામે બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં

સાયકલ તંદુરસ્તી આપે છે- મેયર

સુરતના મેયર હેમાલી બોધાવાલાએ જણાવ્યું હતું કે, સાયકલથી તંદુરસ્તી મળે છે. વ્યક્તિના શરીરને તંદુરસ્ત બનાવે છે. સાથે સાથે સાયકલથી પર્યાવરણને પણ તંદુરસ્ત રાખવામાં સરળતા મળે છે. કારણ કે, વાહનો પ્રદૂષણ ફેલાવે છે. જ્યારે સાયકલ તંદુરસ્તી, આર્થિક, સામાજિક, માનસિક રીતે આપતી હોવાથી દરેક વ્યક્તિએ સાયકલ જરૂર ચલાવવી જોઈએ તેમ વધુમાં જણાવતા કહ્યું કે, મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક ઊભા કરવામાં આવ્યા છે. સાયકલ ચલાવવા માટેની વ્યવસ્થા પણ નાગરિકો માટે કરવામાં આવી છે. જેનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ.

બીજી તરફ સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના 500  જેટલા વિદ્યાર્થીઓએ  3 જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા  સાયકલની વિશાળ  પ્રતિકૃતિ બનાવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">