AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ભાગળ ચાર રસ્તા પર ફિલ્મનું શૂટિંગ થયુ, મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી

સુરત (Surat) શહેર હીરા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. ઔદ્યોગિક અને વિકાસ તરફ આગળ વધી રહેલા સુરત શહેર હવે ફિલ્મોના શૂટિંગ માટેનું પસંદગીનું શહેર પણ બની રહ્યું છે.

સુરતમાં ભાગળ ચાર રસ્તા પર ફિલ્મનું શૂટિંગ થયુ, મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 03, 2023 | 9:43 AM
Share

Surat :  ડાયમંડ સિટી, બ્રીજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ફિલ્મના શૂટિંગ (Film shooting) માટેની પસંદગીનું શહેર પણ બની રહ્યું છે. સુરતના ભાગળ વિસ્તારમાં ગઇકાલે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ જોવા મોટી સંખ્યામાં લોકો ભાગળ ચાર રસ્તા પાસે એકત્ર થયા હતા. તો બીજી તરફ ફિલ્મનું શૂટિંગ અને લોકોની ભીડ વચ્ચે અહી ભારે ટ્રાફિકજામના (traffic jam) દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો- વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સાયન્સ સિટીમાં થશે પર્યાવરણ લક્ષી પ્રદર્શન, જાણો 3 અને 4 જૂને કયા કાર્યક્રમ યોજાશે

સુરત શહેર હીરા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. ઔદ્યોગિક અને વિકાસ તરફ આગળ વધી રહેલા સુરત શહેર હવે ફિલ્મોના શૂટિંગ માટેનું પસંદગીનું શહેર પણ બની રહ્યું છે. અગાઉ સુરતમાં બોલીવુડના જાણીતા કલાકારો પણ શૂટિંગ માટે આવ્યા હતા. ત્યારે આજે સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ફિલ્મનું શૂટિંગ કરવા ટીમ આવી પહોચી હતી. ભાગળ ચાર રસ્તા ખાતે ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અહી ફિલ્મનું શૂટિંગ થતું હોય તે જોવા માટે મોટી સંખ્યમાં લોકો પણ એકઠા થઇ ગયા હતા

મહત્વનું છે કે ભાગળ ચાર રસ્તા વિસ્તાર સતત લોકોની અવર જવર વાળો વિસ્તાર છે. આ ઉપરાંત અહી ફિલ્મનું શૂટિંગ થતું હોય લોકોની ભીડ પણ આ શૂટિંગને જોવા માટે ઉમટી પડી હતી. જેથી અહી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.

બીજી તરફ અમદાવાદ અને મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન ઝડપી શરૂ થાય તે માટે હવે પીએમ મોદી મેદાને આવ્યા છે. હવે પીએમ મોદી બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા કરશે. મળતી માહિતી અનુસાર, 5 જૂનના રોજ પીએમ મોદી અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે.

આ બેઠકમાં તંત્ર ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. એટલું જ નહિં પીએમ મોદી આ અધિકારીઓ પાસેથી અત્યાર સુધીની કામગીરીની માહિતી લેશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે. હાલ આને લઇ અંત્રોલી ગામમાં બુલેટ ટ્રેનના સ્ટેશન પર તૈયારીઓ પણ થઇ રહી છે. મહત્વનું છે કે, રેલવે મંત્રાલયે પહેલા ફેઝમાં સુરત-બીલીમોરા રૂટ શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.. અને તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">