Breaking News : જામનગરના તમાચણ ગામે બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં
બાળકી આશરે 35 થી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી છે.
Jamnagar : ફરી એકવાર બોરવેલમાં (Borewell) બાળક પડી જવાની રૂવાટા ઉભા થઈ જાય તેવી ઘટના ગુજરાતમાં બની છે. આ વખતે જામનગર જીલ્લામાં તમાચણ ગામમાં એક બાળકી બોરવેલમાં પડી ગઇ છે. જામનગર જિલ્લામાં તમાચણ ગામે બાળકી ઊંડા બોરવેલમાં રમતા રમતા ખાબકી છે. ગોવિંદભાઈની વાડીમાં આદિવાસી મજુરની બે વર્ષની દીકરી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ છે. બાળકી આશરે 35 થી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને (Fire Department) જાણ કરતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી છે.
Kid falls into 40-feet-deep borewell; rescue team provides oxygen to the trapped child |Jamnagar #rescue #rescueoperation #jamnagar #gujarat https://t.co/DdL8FO6vMT
— Tv9 Gujarati (@tv9gujarati) June 3, 2023
જામનગરના તમાચણ ગામે વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે.વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલીક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે.
આ પણ વાંચો-સુરતમાં ભાગળ ચાર રસ્તા પર ફિલ્મનું શૂટિંગ થયુ, મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી
મહત્વનું છે કે ગુજરાતમાં કોઇપણ સ્થળે બોરવેલનું ખોદકામ કરતા પહેલા જિલ્લા કલેક્ટર અને ડીએસપીને જાણ કરવી પડે તેવો નિયમ છે. સક્ષમ અધિકારીઓ તે સ્થળનું નિરીક્ષણ કરે તે પછી જ બોરવેલનું ખોદકામ કરી શકાશે તેવા આદેશ સરકાર દ્વારા કરાયેલા છે. આ મામલે દરેક જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડી સત્વરે અમલ શરૂ કરાવવા સૂચના આપેલી છે. વર્ષો પહેલા જામનગરના જ ધ્રોલમાં એક બાળક પડી જવાની ઘટનાના પગલે ગૃહ વિભાગ દ્વારા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી.
જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો