AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુબઈ ખાતે ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યુ

દુબઈ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધા સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં સુરતની બાળકી ગોલ્ડ લાવી છે જેની સાથે તેને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દુબઈ ખાતે ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સુરતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 3:39 PM
Share

સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશાને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.

જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે 17 વર્ષીય શિહોરા જીશા રહે છે. નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો. અભ્યાસ સાથે તે કરાટેની ટ્રેનિંગ કરતી હતી. જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ હતી.

કુમેટે (ફાઈટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો

દુબઈ ખાતે 30 એપ્રિલથી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધા સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પરિવાર સહિતના લોકોએ સ્વાગત કર્યું

જીશા આજે દુબઇથી સુરત ફરી હતી. જેને લઇને પરિવાર, સોસાયટી, સ્કૂલ દ્વારા સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. જીશાએ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પરિવાર સહિતના લોકોએ અદકેરું સ્વાગત કર્યું હતું. જેથી જીશા ભાવવિભોર થઇ ગઇ હતી. પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને યાત્રીઓની સુવિધાઓ સાથે ઉધના સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવશે

સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી

સ્પર્ધા પહેલા 1 મહિના સુધી આકરી ટ્રેનિંગ કરી હતી. સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી હતી. જોકે આ બાળકી બોયઝ વચ્ચે પ્રેક્ટિજીશાએ જણાવ્યું હતું કે, દુબઇની સ્પર્ધામાં 600થી વધુ ઉમેદવારો હતા. સ કરતી હતી. આ સફળતામાં પરિવાર, શાળા અને કોચનો સપોર્ટ રહ્યો હતો. મહત્વનુ છે કે દેશમાં અનેક આવા ટેલેન્ટ કેટલાય લોકોમાં રહેલા છે પરંતુ સમાજ અને પરિવાર જો આવા બાળકોની મદદે આવે તો ચોક્કસ પણે આ બાળક આગળ આવી શકે. જેમાં પરિવારનો અમુલ્ય ફાળો યોગ્ય ભાગ ભજવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">