AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badminton Asia Championships Final: સાત્વિક-ચિરાગની જોડીએ 58 વર્ષ બાદ એશિયન બેડમિન્ટન ચેમ્પિનશિપમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

Badminton Asia Championships: બેડમિંટન એશિયા ચેમ્પિયનશીપ: ભારતની ટોચની પુરુષ યુગલ જોડી સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી ને 58 વર્ષ બાદ બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં મેડલ અપાવી ઇતિહાસ રચ્યો છે

Badminton Asia Championships Final: સાત્વિક-ચિરાગની જોડીએ 58 વર્ષ બાદ એશિયન બેડમિન્ટન ચેમ્પિનશિપમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Badminton Asia Championships Final
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:25 PM
Share

ભારતની  મેન્સ ડબલ જોડી સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી 58 વર્ષ બાદ બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો છે. આ જોડીએ મેન્સ ડબલ બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની ટોચની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રવિવારે દુબઈમાં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓંગ યૂ સિન અને ટીઓ ઈ યીની મલેશિયાની જોડીને 16-21, 21-17, 21-19થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ તેમની કારકિર્દીનો સૌથી મોટો મેડલ છે. ભારતીય જોડીએ BWF વર્લ્ડ ટૂર પર પાંચ ટાઇટલ જીત્યા છે અને બે વખત રનર્સ-અપ રહી છે. 1962માં શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી ભારતે એશિયન ચેમ્પિયનશિપમાં માત્ર એક જ ગોલ્ડ જીત્યો છે – 1965માં મેન્સ સિંગલ્સમાં દિનેશ ખન્નાએ ગોલ્ડ જીત્યો હતો.

સાત્વિક-ચિરાગે ભારત માટે 58 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ

સાત્વિક-ચિરાગ 1965માં સિંગલ્સમાં દિનેશ ખન્ના પછી કોન્ટિનેંટલ બેડમિન્ટન ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય જોડી બની હતી. ભારતીય જોડીએ 52 વર્ષ પછી મેન્સ ડબલ્સ કેટેગરીમાં મેડલ નિશ્ચિત કર્યો હતો જ્યારે તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની અનુભવી જોડી મોહમ્મદ અહસાન અને હેન્દ્રા સેટિયાવાનને સીધી ગેમમાં 21-11, 21-12થી હરાવી હતી.

સાત્વિક અને ચિરાગે આ મેગા ઈવેન્ટમાં ભારત માટે બીજો ગોલ્ડ જીત્યો હતો. દિનેશ ખન્નાએ જીતેલા સુવર્ણ ઉપરાંત, ભારતે 1962 થી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં વિવિધ કેટેગરીમાં 17 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટોક્યોમાં 2022 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સાત્વિક અને ચિરાગે બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

20 લાખના ઈનામની જાહેરાત થઈ

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ હિમંતા બિસવાએ સાત્વિક અને ચિરાગ માટે ઈનામની પણ જાહેરાત કરી હતી. આ ઐતિસાહિક જીત બદલ તેમને 20 લાખનું ઈનામ મળશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">