AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ચોમાસાની શરુઆત થતા જ રોગચાળાનું પ્રમાણ વધ્યુ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી

સુરતની (Surat) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રોજના 140થી વધુ કેસ તાવના નોંધાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. જેથી સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

Surat : ચોમાસાની શરુઆત થતા જ રોગચાળાનું પ્રમાણ વધ્યુ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:44 PM
Share

Surat : ચોમાસાના (Monsoon 2023) આરંભે વિવિધ પ્રકારની બીમારીના (disease) કેસ વધતા હોવાનું નોંધાઈ છે. જેમાં હાલના તબક્કે સુરતની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રોજના 140થી વધુ કેસ તાવના નોંધાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. જેથી સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. હાલ તો એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. સાથે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યુ છે.

આ પણ વાંચો- Mehsana: ગુજરાતમાં આવેલું છે એક અનોખું ગામ, જ્યાં એક જ રસોડે જમે છે આખા ગામના લોકો

50 બેડનો અલાયદો વોર્ડ બનાવાયો

ચોમાસાના આગમન સાથે શહેરમાં રોગચાળાએ દસ્તક દીધી છે. ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ તાવના 140થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે અને દર્દીઓની લાઈનો લાગી છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને 50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે. કિડની બિલ્ડિંગમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું હતું. ત્રણ દિવસમાં સિવિલમાં તાવના 416 કેસ નોંધાયા છે.

તાવ,મેલેરિયા જેવી બીમારીઓ વધી

સિવિલમાં તાવ અને મેલેરિયાના કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 416 કેસ નોંધાયા છે. જેમાં 135, 140 અને ગતરોજ 141 કેસનો સમાવેશ થાય છે. આજ રીતે મેલેરિયાના અનુક્રમે 3, 12 અને 4 કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 26, મેલેરિયાના 39, ટાઈફોઈડના 29 અને ગેસ્ટ્રોના 49 દર્દી દાખલ થયા હતા. ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવના 416 કેસ નોંધાયા હોય તંત્ર દ્વારા પુરતી સતર્કતા દાખવવામાં આવી રહી છે.

તાવના કેસમાં 10 ટકાનો વધારો

સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, તાવના કેસમાં 10 ટકાનો વધારો થયો છે. જેના માટે અલાયદો વોર્ડ બનાવી ડોક્ટર અને સ્ટાફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે મેલેરિયા અને બાળકોમાં ગેસ્ત્રોના કેસમાં પણ વધારો થયો છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">