Surat: ચાવી બનાવવાના બહાના હેઠળ રેકી કરી રાત્રે ઘરફોડ ચોરી કરતા બે ઝડપાયા

|

Jul 28, 2023 | 6:53 PM

જે ભૂતકાળમાં આર્મ્સના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. તેઓ સમશેરસિંગ ચૌહાણ [સીકલીગર] સાથે મળી આજથી વીસથી પચ્ચીસ દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમ્યાન બાઈક પર ત્રણ સવારી થઇ કામરેજ સેગવાગામની સીમમાં આવેલા બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડની ચોરી કરી હતી.

Surat: ચાવી બનાવવાના બહાના હેઠળ રેકી કરી રાત્રે ઘરફોડ ચોરી કરતા બે ઝડપાયા
Surat Theft Case Two Culprit Arrested

Follow us on

Surat: સુરતમાં ચાવી બનાવવાના બહાના હેઠળ રેકી કરી રાત્રીના સમયે ઘરફોડ ચોરીના(Theft) ગુના આચરનાર રીઢા સીકલીગર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચની(Crime Branch)  ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી ૩.૧૦ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને1 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સરથાણા નવજીવન હોટેલ પાસેથી આરોપી પરબતસિંગ દિલીપસિંગ ડાંગી [સીકલીગર] [ઉ.૩૨] તથા લાખનસિંગ ગોવિંદસિંગ ચૌહાણ [સીકલીગર] [ઉ.૨૩] ને ઝડપી પાડ્યા હતા.

જેમાં પોલીસે આરોપીઓ પાસેથી 92 હજારની કિમતના સોના ચાંદીના દાગીના, 1.48 લાખની રોકડ, ઇંગ્લેન્ડ કરન્સી અલગ અલગ પાઉન્ડ 50, અલગ અલગ બેંકોના 11 ડેબીટ કાર્ડ, એક બાઈક મળી કુલ 3.10 લાખની મત્તા કબજે કરી હતી.

લાખનસિંગ ચૌહાણ સરથાણા જકાતનાકા વિસ્તારમાં ચાવીઓ બનાવવાનું કામકાજ કરતો

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પરબતસિંગ ડાંગી સુરત શહેર વિસ્તારમાં ફરી ડુપ્લીકેટ ચાવી બનાવવાનું કામકાજ કરી તેના બહાના હેઠળ સોસાયટીમાં રેકી કરી ચોરી કરતો આવયો છે. ભૂતકાળમાં શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ મથકમાં પણ તે પકડાઈ ચુક્યો છે. તથા લાખનસિંગ ચૌહાણ સરથાણા જકાતનાકા વિસ્તારમાં ચાવીઓ બનાવવાનું કામકાજ કરતો આવ્યો છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

એટીએમ કાર્ડની ચોરી કરી હતી

જે ભૂતકાળમાં આર્મ્સના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. તેઓ સમશેરસિંગ ચૌહાણ [સીકલીગર] સાથે મળી આજથી વીસથી પચ્ચીસ દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમ્યાન બાઈક પર ત્રણ સવારી થઇ કામરેજ સેગવાગામની સીમમાં આવેલા બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડની ચોરી કરી હતી.

જેની બાદમાં કડોદરા બસ સ્ટેન્ડ પાસે આવેલા એટીએમમાં જઈને ચોરી કરેલા એટીએમ દ્વારા આશરે ૨ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસ તપાસમાં કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

વધુમાં આરોપી પરબતસિંગ ભુતકાળમાં ખટોદરા, ઉમરા અને અઠવા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયો હતો જયારે આરીપી લાખનસિંગ ડીસીબી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:53 pm, Fri, 28 July 23

Next Article