Surat: બેંકમાં ખોટા સ્ટોકના બિલો રજૂ કરી લોન મંજૂર કરાવવાના કૌભાંડમાં વધુ બે આરોપીને પોલીસે પકડી

|

Jun 24, 2023 | 7:02 PM

સુરતમાં બેંકના જ મેનેજર, ગેરંટર અને વેલ્યુઅરની મદદગારીથી લોન લેવાની પ્રોસિજર બેંકમાં ખોટા સ્ટોકના બિલો રજૂ કરી લોન મંજૂર કરાવવાની ઘટનાને લઈ પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

Surat: બેંકમાં ખોટા સ્ટોકના બિલો રજૂ કરી લોન મંજૂર કરાવવાના કૌભાંડમાં વધુ બે આરોપીને પોલીસે પકડી

Follow us on

Surat: કેટલાક લોકોએ તમિલનાડુ મર્કન્ટાઈલ બેંક રિંગ રોડની શાખામાંથી બેંકના જ મેનેજર,  ગેરંટર અને વેલ્યુઅરની મદદગારીથી લોન લેવાની પ્રોસિજર બેંકમાં ખોટા સ્ટોકના બિલો રજૂ કરી લોન મંજૂર કરાવી હતી. આ અંગે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં પ્રભાકર કાલી નામના વ્યક્તિએ એક ફરિયાદ આપી હતી.

આ સમગ્ર પ્રક્રિયામાં ખોટી પેઢી ઊભી કરી બેંક મોર્ગેજમાં મૂકેલી પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં તેની વેલ્યુ વધારે બતાવી ખોટા રિપોર્ટ બનાવી બેન્ક પાસેથી લોન મેળવી હતી. જે બાદ બેંકની લોનના તમામ નાણાં અંગત ખર્ચમાં વાપરી નાખી બેંકને 16 કરોડથી વધુનું નુકસાન બેંકને પહોંચાડયું હતું. સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ બાબતે તપાસ કરી જેના આધારે સમગ્ર કૌભાંડમાં બેંક મેનેજર સહિત અગાઉ 14 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બે આરોપીઓમાં કલ્પેશ છાસવાલા અને ઉન્નતી છાશવાલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : લક્ષ્મી ડાયમંડ કંપનીના રત્નકલાકારો ફરી પગાર વધારવા સહિત અન્ય માગણીઓને લઇ હડતાળ પર, જુઓ Video

કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?

પકડાયેલા આ બંને આરોપીઓ દ્વારા અગાઉ સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી મૂકવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી નામંજૂર થતા બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ બાબતમાં મહત્વની વાત છે કે અગાઉ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આ કૌભાંડમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં રાકેશ ભીમાણી, સુનિતા પાલડીયા, અમુલ ભીમાણી, તુષાર ભીમાણી, પ્રકાશ કરેડ, કિંજલ રાણપરીયા, અજય કાનાણી જીતેશ કઠિયારા, જીતેન્દ્ર કાકડીયા, શોભના કાકડીયા, રસિક કાકડીયા, દયા કાનાણી, રસિક કાકડીયાની પત્ની શોભના અને વિશાલ કાથરોટીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ્ દ્વારા આ બનાવ અંગે વધુ તપસ કરતાં  વધુ બે આરોપી કલ્પેશ છાસવાલા અને તેની પત્ની ઉન્નતિ છાસવાલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article