Surat : લક્ષ્મી ડાયમંડ કંપનીના રત્નકલાકારો ફરી પગાર વધારવા સહિત અન્ય માગણીઓને લઇ હડતાળ પર, જુઓ Video
સુરતમાં હીરાની કંપનીમાં કામ કરતાં રત્ન કલાકારોએ કલેક્ટર કચેરીએ એકત્ર થઇને વિરોધ કર્યો હતો. પગાર વધારવા સહિત અન્ય માગણીઓને લઇને હડતાળ પર તમામ કર્મચારીઓ ઉતાર્યા હતા.
Surat: લક્ષ્મી ડાયમંડ કંપનીના રત્નકલાકારો ફરી હડતાળ પર ઉતાર્યા છે. તેમના દ્વારા કરવામાં આવેલી વિવિધ માગણીઓ ન સંતોષાતા 300 જેટલા રત્નકલાકારો હડતાળ પર ઉતાર્યા છે. કંપનીના મેનેજમેન્ટે માગણીઓ મુદ્દે 20 દિવસનો સમય માગ્યો હતો. રત્ન કલાકારોએ કલેક્ટર કચેરીએ એકત્ર થઇને વિરોધ કર્યો હતો. પગાર વધારવા સહિત અન્ય માગણીઓને લઇને હડતાળ પર તમામ કર્મચારીઓ ઉતાર્યા હતા. સુરત હીરા ઉદ્યોગની ખ્યાતનામ કંપનીઓમા લક્ષ્મી ડાયમંડનું નામ આવતું હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો : બગીચામાં નમાઝનો વીડિયો વાયરલ , હિંદુ સંગઠનોએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ, જુઓ Video
રત્ન કલાકારોની માગને લઈ કોઈ પ્રતિક્રિયા સામે નહીં આવતા 300 જેટલા રત્ન કલાકારો રોષે ભરાયા હતા. આ સમગ્ર બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. પગાર વધારા સહિત અનેક માગણીઓ કારીગરો દ્વારા કરવામાં આવી છે. કંપનીના મેનેજમેન્ટ દ્વારા આ અંગે સમય આપ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરતાં કારીગરોમાં વિરોધ જોવા મળ્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો