Surat : હીરાના કારખાનામાં થયેલી 50 લાખના હીરાની ચોરીના ત્રણ આરોપી પકડમાં, એક આરોપી કારખાનામાં જ કરતો હતો કામ

Surat News : સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોહનનગર વિભાગ 2માં આવેલા આશીષ ડાયમંડ નામના કારખાનામાંથી શુકવારે વહેલી સવારે ચોરી થઇ હતી.

Surat : હીરાના કારખાનામાં થયેલી 50 લાખના હીરાની ચોરીના ત્રણ આરોપી પકડમાં, એક આરોપી કારખાનામાં જ કરતો હતો કામ
50 લાખ રુપિયાના હીરાની ચોરીના કેસના ત્રણ આરોપી પકડમાં
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 18, 2023 | 1:22 PM

સુરતના શુક્રવારે વહેલી સવારે એક હીરાના કારખાનામાં 50 લાખના મતના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં તસ્કરોને ઝડપી લીધા છે. સુરત પોલીસે અલગ લાગ અલગ ટીમો બનાવી, અલગ દિશામાં તપાસ આદરી હતી. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ ટીમે લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી છે. ત્રણ પૈકી એક આરોપી ચોરી થઇ હતી તે કારખાનામાં ચાર વર્ષથી કામ કરતો હોવાનું સામે આવ્યુ છે.

ત્રણ આરોપીઓની કરવામાં આવી ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોહનનગર વિભાગ 2માં આવેલા આશીષ ડાયમંડ નામના કારખાનામાંથી શુકવારે વહેલી સવારે ચોરી થઇ હતી. અજાણ્યા વ્યક્તિ કારખાનામાં પાછળના ભાગેથી અંદર પ્રવેશ કરી એસિડમાં બોઇલ કરવા રાખેલા કુલ 48 લાખથી વધુના હીરાના જથ્થાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા હતા. જેમાં જોવા મળ્યુ કે આરોપી બિંદાસ્ત પણે હીરા ભરેલા ડબ્બો લઈને ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળતા લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

એક આરોપી કારખાનામાં જ કરતો હતો કામ

લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર આરોપીના નામ દિપક અચ્છેલાલ માલી, ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા, સુનિલ ઉર્ફે સરકાર છે. પકડાયેલા આરોપી પૈકી મુખ્ય આરોપી ચંદ્રેશ ચોવટીયા નામનો આરોપી જે કારખાનામાં ચોરી થઇ તે જ કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરાનું સાઈનિંગનું કામ કરતો હતો. જોકે પૈસા કમાવાની લાલચમાં ચંદ્રેશ ચોવટીયા નામના આરોપી તેના અન્ય બે મિત્રોને ચોરી કરવા માટેની ટીપ આપી હતી. બાદમાં ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ તો સુરત પોલીસે ત્રણેય આરોપી ધરપકડ કરી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરા સાઇનીંગ મારવાનું કામ કરે છે. જેથી તેને કારખાનાની બધી ગતી વિધી ખબર હોય તેણે તેના હીરાના કારખાનામાં ચોરી કરવા માટે આરોપી સુનિલ દિપક અચ્છેલાલ માલી ટ્રીપ આપેલ હતી અને હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મુકે છે તે બધુ તેણે સહ આરોપી દિપક માલીને બે દિવસ પહેલા બતાવી દિધેલ હટુ બાદમાં આ ત્રણેય આરોપીઓ બરોડા પ્રિસ્ટેજ પાસે ભેગા થઇ ચોરી કરવાનુ નક્કી કરીને ચોરીને અંજામ આપ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">