Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના

શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી શિવરાત્રીની પૂજા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 18, 2023 | 12:10 PM

આજે શિવરાત્રીના પર્વમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતના ઇચ્છાનાથ મહાદેવ ખાતે શિવરાત્રીની પૂજા કરી હતી અને નાગરિકોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. મહા શિવરાત્રીનો તહેવાર સુરત સહીત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ગૃહરાજ્યમંત્રીએ  આ પૂજનના ફોટા તેમના ટ્વિટર ઉપર પણ શેર કર્યા હતા.

પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા સંચાલન થાય છે મંદિરનું

રાજ્યભરમાં સેંકડો શિવાલય આવેલા છે ત્યારે આ એક એવું અનોખું શિવાલય છે જેનું સંચાલન સુરત પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે. અને આ મંદિરનું ખૂબજ માહાત્મય છે જેથી સુરત શહેરમાંથી અનેક ભાવિકો અહીં દર્શન કરવા આવતા હોય છે. ગૃહરાજ્યમંત્રી પણ સુરતમાં હોય ત્યારે સમયની અનુકૂળતાએ ઇચ્છાનાથ મહાદેવના દર્શન અચૂક કરતા હોય છે અને પછી જ પોતાના કાર્યની શરૂઆત કરે છે.

ત્યારે અહીં દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ નાગરિકોને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ આપી હતી તેમજ જણાવ્યું હતું કે હું આજે અહીંથી શિવના ધામ જૂનાગઢ જઈ રહ્યો છે અને ગુજરાતના સૌ નાગરિકોને મહાશિવરાત્રી ની શુભકામનાઓ આજે અહીંથી જુનાગઢ જઈને ભગવાન ભોલેનાથ પરિક્રમામાં જોડાવા માટે હું જૂનાગઢ જઈ રહ્યો છું. ગુજરાતના સૌ નાગરિકોને શાંતિ અને સલામતી બની રહે તે માટે ભગવાન શિવજીને પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી છે.

સુરતના ઈચ્છા નાથ મહાદેવ મંદિર સહિત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અને ઓલપાડ વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરો ની અંદર પણ રહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે આસ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવતા હોય છે મહાદેવના મંદિરે પોતાની મનની ઈચ્છા અને પોતાને પોતાના વ્યવસાય માટેની મનોકામના રાખતા હોય છે તે પૂર્ણ થાય ત્યારબાદ દર્શન કરવા માટે પણ આવતા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">