AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : ક્લિનસીટીમાં સ્વચ્છના મામલે બેદરકારો સામે મહાનગર પાલિકાની લાલ આંખ, દંડ ફટકારવાનું શરૂ કરાયું

સુરત : વરાછા વિસ્તારમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમના આયોજન દરમિયાન આયોજકો દ્વારા રસ્તા પર કચરો નાખવાને કારણે મહાનગર પાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ફટકારવામાં આવેલા દંડની રસીદ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

સુરત : ક્લિનસીટીમાં સ્વચ્છના મામલે બેદરકારો સામે મહાનગર પાલિકાની લાલ આંખ, દંડ ફટકારવાનું શરૂ કરાયું
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 05, 2024 | 2:27 PM
Share

સુરત : વરાછા વિસ્તારમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા સફાઈનું ધ્યાન રાખવામાં ન આવતા રસ્તા પર કચરો નાખવાને કારણે મહાનગર પાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ફટકારવામાં આવેલા દંડની રસીદ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

કાર્યક્રમ દરમિયાન રસ્તા પર કચરો ફેલાવવામાં આવતાં મહાનગર પાલિકા દ્વારા આયોજકો પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં ઈન્દોર સાથે પહેલો ક્રમાંક મેળવવામાં સફળ રહેલા સુરત મહાનગર પાલિકા દ્વારા હવે જાહેર રસ્તાઓ અને સ્થળો પર કચરો ફેંકનારાઓ વિરૂદ્ધ સખ્ત હાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખાસ કરીને જાહેર રસ્તાઓ પર થુંકનારાઓ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, હાલમાં જ વરાછા ખાતે વૈશાલી રોડ પર આયોજીત એક કાર્યક્રમની રેલી દરમિયાન આયોજકોએ ડીજેના તાલ સાથે રસ્તા પર જ ફટાકડાં ફોડવામાં આવ્યા હતા. રસ્તા પર ઠેર – ઠેર કચરો ફેલાયો હતો.

આ ઘટનાને કારણે વરાછા ઝોનની પાલિકાની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને કાર્યક્રમના આયોજકો પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પાંચ હજાર રૂપિયાના દંડની રસીદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં પણ મહાનગર પાલિકાની કામગીરીની પ્રસંશા કરવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર વિવિધ  આયોજન દરમિયાન ફડાકટાના કારણે કચરો થતો હોવાથી સફાઈ તરફ જાગૃતિ વધારવા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડની વસુલાત કરવાના કારણે  કાર્યક્રમો દરમિયાન સફાઈ કામદારો પણ સાથે રાખવામાં આવી રહ્યા છે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં ઈન્દોર અને સુરતને સંયુક્ત રીતે ભારતના સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈન્દોરે સતત સાતમા વર્ષે આ એવોર્ડ જીત્યો છે. સુરતને પ્રથમ વખત આ સફળતા મળી છે. વધુમાં, નવી મુંબઈને દેશનું ત્રીજું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : શું તમને KYC અપડેટ ન કરવાના કારણે ખાતું બંધ થવાની ચેતવણી મળી છે? જવાબ હા હોય તો વહેલી તકે કરો આ કામ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">