AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કાનુન કે હાથ લંબે હોતે હૈ ! હત્યાના પ્રયાસના ગુનામાં નાસતો ફરતો આરોપી 27 વર્ષ બાદ ઝડપાયો

Surat: સુરતમાં હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા આરોપીને પીસીબીએ ઝડપી પાડ્યો, આરોપી છેલ્લા 27 વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Surat: કાનુન કે હાથ લંબે હોતે હૈ ! હત્યાના પ્રયાસના ગુનામાં નાસતો ફરતો આરોપી 27 વર્ષ બાદ ઝડપાયો
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:02 PM
Share

Surat: ખૂનની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો, આરોપી સામે સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાની કોશિશ અંગેનો ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં તે છેલ્લા 27 વર્ષથી નાસ્તો ફરતો હતો. જો કે આખરે પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પીસીબી પોલીસની ટીમને 27 વર્ષથી ખૂનની કોશિશના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પીસીબી પોલીસે બાતમીના આધારે સુરતના સચિન વિસ્તારમાંથી આરોપી ડૉક્ટર ઉર્ફે ડાકા વનમાળી ઉર્ફે બનમાળી પ્રધાન (ઉ.51)ની ધરપકડ કરી હતી.

25 જૂલાઈ 1997માં એક ઈસમને માર મારી થયો હતો ફરાર

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી પોતે વર્ષ 1997ના મેં મહિનામાં કતારગામ જૂની GIDC ખાતે રહેતો હતો. આ દરમ્યાન 22-5-1997 ના રોજ પોતે તથા તેનો મિત્ર પ્રકાશ, અરુણ અને રવિ સાથે ભેગા મળી સુમુલ ડેરી રોડ પાસે દેહવ્યાપારનો ધંધો કરતા અસલમ નામના ઈસમ પાસે ગયા હતા. જ્યાં દેહવ્યાપાર કરતી મહિલાના ભાવ તાલ બાબતે તેની સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં તેઓએ અસલમના માથાના ભાગે અસ્ત્રાથી તેમજ લાકડાના ફટકાથી માર માર્યો હતો આ બાબતે પોલીસે ગુનો નોંધી તેને વોન્ટેડ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો: Surat Video: પલસાણામાં ATM તોડી ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં, CCTVમાં કેદ થયા દ્રશ્યો

ત્રણ મહિના પહેલા સુરત પરત આવતા પોલીસે દબોચી લીધો

આ ગુનામાં પોલીસ તેને શોધતી હોવાથી આરોપી શહેર છોડી પોતાના વતન ઓડીશા ખાતે ભાગી ગયો હતો જ્યાં એકાદ અઠવાડિયું રોકાઈને કેરલ રાજ્યમાં જઇ ત્યાં કડીયા કામની મજૂરીએ લાગી વીસેક વર્ષ ત્યાં રહ્યો હતો અને ત્યારબાદ ફરી પોતાના વતન ઓડીશામાં આવી ત્યાં સાતેક વર્ષ રોકાઈને ખેતીકામ શરૂ કર્યુ હતુ. હાલમાં છેલ્લા 3 મહિનાથી સુરત પરત આવ્યો હતો અને વિસ્તાર બદલી સચિન વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. સંચા મશીનમાં કામ કરવા લાગ્યો હતો. આ સમગ્ર મામલે પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">