Surat Video: પલસાણામાં ATM તોડી ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં, CCTVમાં કેદ થયા દ્રશ્યો
સુરતના પલસાણામાં ATM તોડીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ મામલે સુરત ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. સુરત ગ્રામ્ય LCBએ ચોરીના પ્રયાસના કેસમાં 4 કિશોરને ઝડપી પાડ્યા હતા.
Surat : રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યાં સુરતના પલસાણામાં ATM તોડીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ મામલે સુરત ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. સુરત ગ્રામ્ય LCBએ ચોરીના પ્રયાસના કેસમાં 4 કિશોરને ઝડપી પાડ્યા હતા.
તેમજ ગુનાના કામમાં ઉપયોગમાં લીધેલા હથિયારો પણ જપ્ત કરાયા છે. પલસાણામાં બે દિવસ પહેલા ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્કનું ATM તોડવાનો પ્રયાસ CCTVમાં કેદ થયો હતો. આ CCTVના આધારે જ પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : Surat : આગામી તહેવારને લઈ ફૂડ વિભાગ એક્શન મોડમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાથી લેવાયા નમુના, જુઓ Video
તો બીજી તરફ સુરતમાં બાઈક ચોર ગેંગનો પર્દાફાશ થયો છે. ઉધના પોલીસે ચોરેલી 10 બાઈક સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. સચિન બેંકમાં થયેલી લૂંટમાં ચોરીની બાઈક વાપરવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. ચોરી કરેલી બાઈકનો ગંભીર ગુનાને અંજામ આપવામાં ઉપયોગ થતો હતો. ચોરીની બાઈકો ક્યાં વાપરવાના હતા તેની પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
