Surat : સ્વિમિંગપૂલમાં સભ્યોની ફી પર વસુલાનારી GST નો ભાર મહાનગરપાલિકા ઉપાડશે

સૌથી અગત્યનું કામ તરણકુંડોમાં પ્રવેશ અને રીન્યુઅલ માટે ફી પર 18 ટકા જીએસટી વસૂલવા બાબતનું હતું જેને સ્થાયી સમિતિએ બ્રેક મારી છે. હવે લોકોના શિરે આર્થિક ભારણ નહીં આવે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન જાતે જ જીએસટીની રકમ ચુકવશે.

Surat : સ્વિમિંગપૂલમાં સભ્યોની ફી પર વસુલાનારી GST નો ભાર મહાનગરપાલિકા ઉપાડશે
Swimming Pool in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 8:12 AM

સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત 17 તરણ કૂંડોમાં સભ્યો પાસેથી પ્રવેશ ફી , રીન્યુઅલ ફીની ૨કમ સાથે 18 ટકા જીએસટી(GST)  વસૂલવાની વિભાગની દરખાસ્ત સ્થાયી સમિતિએ શરતી મંજૂર કરી છે . નિયમ મુજબ , સભ્યો પાસેથી પ્રવેશ ફી રીન્યુઅલ ફી સાથે વસૂલવા પાત્ર જીએસટીની ૨કમ મનપા ભોગવશે . એટલે કે , સભ્યોની ફી પર જીએસટીની રકમ સરકાર ચૂકવશે , પરંતુ આ રકમનો ભાર સભ્યો પર પડશે નહીં . મનપા આ ભારણ ઉઠાવશે . સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે , અગાઉ એક્વેરિયમની મુલાકાત લેનારા લોકો પાસેથી વસૂલાતી પ્રવેશ ફી પર જીએસટી વસૂલવાની કન્સલટન્ટના અભિપ્રાય મુજબ રજૂ થયેલ દરખાસ્ત અન્વયે પણ જીએસટીની ૨કમનો ભાર શહેરીજનો પર ન નાખતાં મનપાએ ઉપાડવાનો નિર્ણય કર્યો હતો . આ જ પોલિસી સ્વિમિંગપૂલોના સભ્યોની ફી માટેપણ યથાવત રાખવામાં આવી છે . મનપા દ્વારા પ્રવેશ ફી પર વસૂલાનારી 18 ટકા જીએસટીની રકમની ચૂકવણી કરવામાં આવશે .

આમ, સૌથી અગત્યનું કામ તરણકુંડોમાં પ્રવેશ અને રીન્યુઅલ માટે ફી પર 18 ટકા જીએસટી વસૂલવા બાબતનું હતું જેને સ્થાયી સમિતિએ બ્રેક મારી છે. હવે લોકોના શિરે આર્થિક ભારણ નહીં આવે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન જાતે જ જીએસટીની રકમ ચુકવશે.

કોર્પોરેશન 5 ઇલેક્ટ્રિક કાર ખરીદશે :

સ્ટેન્ડિંગ સમિતિની મળેલી બેઠકમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 અને સુરત ઈ વ્હીકલ પોલિસી અંતર્ગત સુરત મહાનગરપાલિકા માટે 16 લાખની એક એવી 5 ઇલેક્ટ્રિક કાર રૂપિયા 80 લાખના ખર્ચે ખરીદવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, હવે કોર્પોરેશન પણ ઈ વ્હીકલના પ્રોત્સાહન માટે પોતે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પાણી નેટવર્કમાં બેદરકાર એજન્સી સામે કાર્યવાહી

શહેરના પાણી પુરવઠાના નેટવર્ક માટેના કામો માટે ટ્રાન્સમિશન લાઈન નાંખવાની કામગીરી માટે જરૂરી પાઇપો ખરીદવાના કામો માટે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી હતી. 111 કરોડના કામ પૈકી 4 કરોડનું જ કામ કરતા પાલિકાના તમામ કામો માટે ઈજારેદારને એક વર્ષ માટે ડીબાર્ડ કરવા અને જમા સિક્યોરિટી રકમ પણ જપ્ત કરવા રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવ્યો હતો. આગામી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં કાર્યવાહી સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો :

સુરતમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 41 અરજીઓ પર ચર્ચા કરાઈ, 6માં પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરનો હુકમ

Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">