સુરતમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 41 અરજીઓ પર ચર્ચા કરાઈ, 6માં પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરનો હુકમ
સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં કુલ 41 કેસોમાંથી 31 કેસો દફતરે કરી દેવાયા હતા. જ્યારે છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સુચન અપાી હતી જ્યારે ચાર કેસ પેન્ડિંગ રખાયા હતા.
સુરત (Surat) શહેર અને જિલ્લામાં ખાનગી જગ્યા પર કબજો જમાવનારા જમીનમાફીયાઓ સામે સુરત જિલ્લા કલેકટર અને પોલીસ (Police) એ ગાળિયો કસ્યો છે તેમજ છ કેસમાં ફોજદારી ગુનો નોંધવા નિર્ણય લીધો છે. સુરત જિલ્લા કલકેટર (Collector) કચેરી ખાતે અલગ અલગ લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing) ની મેટર અને અરજી (petitions) પર ચર્ચાઓ માટે બેઠકમાં 41 ફરિયાદ ઉપર ચર્ચા થઈ હતી. જેમાંથી 6માં પોલીસ ફરિયાદ અને 31 કેસ દફતરે કરી દેવામાં આવ્યા હતા. જયારે પુરાવાના અભાવે 4 કેસ પેન્ડિંગ રાખવાામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટરમાં મળેલી લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં કુલ 41 કેસોમાંથી 31 કેસો દફતરે કરી દેવાયા હતા. જ્યારે છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાના અને ચાર કેસ પેન્ડિંગ રખાયા હતા. સુરત જિલ્લા કલેકટક આયુષ ઓકની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં સુરત શહેર પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં કુલ ૪૧ કેસો પર ચર્ચા વિચારણા કરાયા બાદ નિર્ણય લેવાયા હતા. જેમાં 31 કેસો દફતરે કરી દેવાયા હતા. મોટાભાગના કેસો કોર્ટમાં ચાલુ હોવા છતા લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરતા દફતરે કરી દેવાયા હતા. તો છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થયો હતો. અન્ય ચાર કેસો પોલીસ ફરિયાદ દાખલ કરવી કે નહીં? તે અંગે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ કર્યાના એક વર્ષમાં જિલ્લામાં 28 જેટલી ફરિયાદોમાં જિલ્લા કલેકટરે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેનો આદેશ આપ્યો છે. જમીન મિલકત સંબંધી વિવાદ હોય અને એક પક્ષે ગેરકાયદેસર કબજો જમાવી લીધો હોય તેવા કેસમાં જિ.કલેકટરને ફરિયાદ કરી શકે છે. જોકે, મોટા ભાગના કેસમાં કોર્ટ કેસ ચાલકો હોય, ત્રાહિત પક્ષ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાઈ હોય અથવા ખોટી રીતે આક્ષેપ કરીને ફરિયાદ કરાઈ હોય તેવા કિસ્સામાં ફરિયાદ દફતરે કરી દેવાય છે.
ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગના મામલા સતત વધી રહ્યા છે ત્યારે આ બબાતે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા લાલા આંખ કરવી જરૂરી છે. સુરતમાં લેન્ડ ગ્રેબિંગ માફિયાનો ત્રાસ સતત વધી રહ્યો હોવાની સાથે સુરતમાં લેન્ડ ગ્રેબિંગના કિસ્સોઓ પણ સતત વધી રહ્યા છે.
આ પણ વાંચોઃ વિશ્વ ટીબી દિવસ : ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત