Surat: અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બીંગ, 254 લોકો વિરૂધ્ધ કાર્યવાહી

સુરત(Surat) પોલીસના ઝોન 5 વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી.પોલીસે ચાર કલાકમાં 254 જેટલા કેસો કરી તમામ સામે અટકાયતી પગલા કર્યા હતા. સુરત શહેરમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃતી કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઇ અને મક્કમતાથી કાર્યવાહી કરી છે.

Surat: અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બીંગ, 254 લોકો વિરૂધ્ધ કાર્યવાહી
Surat Police Combing
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 07, 2022 | 4:39 PM

સુરતમાં(Surat) છેલ્લા થોડા દિવસથી વધી રહેલ અસામાજિક તત્વોના ત્રાસ અને ગુનાખોરીના(Crime)પ્રમાણેને લઈ સુરત પોલીસ એક્શન મોડ પર આવી છે. સાથે આવનાર દિવાળીના (Diwali) તહેવારને ધ્યાને રાખી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત પોલીસના ઝોન 5 વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી.પોલીસે ચાર કલાકમાં 254 જેટલા કેસો કરી તમામ સામે અટકાયતી પગલા કર્યા હતા. સુરત શહેરમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃતી કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઇ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ સંવેદનશીલ પોલીસ મથકના અધિકારીઓને ખાસ સુચના આપવામાં આવી છે.

જે રીતે થોડા દિવસોથી શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.હત્યા, લૂંટ,મારામારી જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. તેને લઈ ખાસ પોલીસ એક્શન મોડ પર આવી છે.જેના ભાગરૂપે ઝોન 5માં આવતા સૌથી સંવેદનશીલ અમરોલી પોલીસ મથક વિસ્તારમાં પોલીસની મોટી સરપ્રાઈઝ કોમ્બિનગ દ્રાઈવ હાથ ધરાઈ હતી.જેમાં અમરોલી પોલીસ મથકના જુદા જુદા વિસ્તારોમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

આવનાર દિવાળી તહેવારને લઈને ખાસ તૈયારી

આવનાર સમયમાં દિવાળીનો તહેવાર હવે આવી રહ્યો છે. અને આ તહેવારમાં અનેક પરિવારો પોતાના માદરે વતન જતા હોય છે.તો કેટલાક દિવાળીની રજાઓમાં ફરવા જતા હોય છે.તો દિવાળીના પર્વ નજીક આવે તેમ લૂંટ અને ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓનું પણ પ્રમાણ વધવા માંડે છે.જેને લઇ સુરત પોલીસ અગાઉથી જ આ વખતે એક્શન મોડ પર આવી છે.દિવાળી સમય નજીક આવે તે પહેલા આવા અસામાજિક તત્વો પર અગાઉથી જ લગામ લગાવી શકાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે.અમરોલીમાં સૌથી વધુ ગુનેગારોનું પ્રમાણ જોવા મળે છે. જેને લઇ સુરત પોલીસની ઝોન 5 ની ટીમ દ્વારા મોટું સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અનેક ગેર પ્રવૃત્તિ કરનાર ઇસમોને ઝડપી તેમની સામે અટકાયતી પગલા ભર્યા છે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

પોલીસની સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ ડ્રાઈવ  હાથ ધરાઈ હતી

શહેરમાં અસામાજિક તત્વો પર લગામ લગાવવા અને ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે અમરોલીમાં મોટા પાયે અચાનક પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઝોન 5 ના ડીસીપી એસીપી, અમરોલીના પી.આઈ,11 પી.એસ.આઇ, અને 137 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ રસ્તા પર ઉતરી સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. અમરોલીના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ ડ્રાઈવ  હાથ ધરાઈ હતી.પોલીસ દ્વારા સવારે 5:00 વાગ્યાથી લઈ 9:00 વાગ્યા સુધી આ પ્રક્રિયા કરવામાં આવી હતી.

કુલ-254  આરોપીઓ વિરુધ્ધમાં અલગ અલગ ગુના વાઇઝ ધરપકડ

અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં સૌથી વધુ શહેરમાં ગેર પ્રવૃતિ કરનાર ગુનેગારોનો અડો જોવા મળે છે.જેને લઇ પોલીસે ખાસ કોસાડ આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ કરી હતી. સવારે 5 થી લઇ 9 વાગ્યા સુધી સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ કરી હતી. જેમાં પોલીસની સરપ્રાઇઝ કોમ્બીંગ દરમ્યાન હીસ્ટ્રીશીટર, લીસ્ટેડ બુટલેગરો, મોબાઇલ ચેઇન સ્નેચરો, નાસતા ફરતા આરોપીઓ, સક્રીય ગુનેગાર, તડીપાર ઇસમો, ટપોરી, ગેન્ગના માણસો, એમ.સી.આર, અગાઉ ગુનામા પકડાયેલ આરોપીઓ, શરીર સબંધી ગુનામા પકડાયેલ અલગ અલગ ગુનાના આરોપીઓને ચેક કરી કુલ-254  આરોપીઓ વિરુધ્ધમાં અલગ અલગ ગુના વાઇઝ અટકાયતી પગલાની કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

આ ઉપરાંત નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા કુલ-૧૦૭ વાહન કબજે કરી ચાલકો વિરૂધ્ધ એમ.વી.એક્ટ ૨૦૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.આ સાથે અનેક અસામાજિક તત્વો પાસેથી જુદા જુદા પ્રકારના શિક્ષણ હથિયારો મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">