Surat : ઈ-વ્હીકલ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે

શહેરીજનોને પણ ઈ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવો જે રીતે વધી રહ્યા છે તેને જોતા આવનારા દિવસોમાં શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે તે નક્કી છે. 

Surat : ઈ-વ્હીકલ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે
Surat Municipal Corporation, which introduced e-vehicle policy, will now buy 5 e-cars itself(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:54 PM

રાજ્યમાં(State ) પહેલીવાર ઇલેક્ટ્રિક(Electric ) વાહનોની પોલિસી અમલમાં લાવનાર સુરત મહાનગરપાલિકા(SMC) હવે ખુદ પોતાના માટે ઈ – વ્હીકલની ખરીદી કરવા જઈ રહી છે . હાલમાં મનપાના કોમન યૂઝ માટે 5 ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે . મનપા દ્વારા આ કારની ખરીદી કર્યા બાદ તેને જ્યાં જરૂરીયાત હશે ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે . મનપા દ્વારા હાલમાં શહેરમાં 49 ઈ – બસ દોડાવવામાં આવી રહી છે . તેમજ આવનારા દિવસોમાં વધુ ઈ – બસ દોડાવાશે .આ ઉપરાંત મનપા દ્વારા કાટમાળ , કચરો ઊંચકવા માટેનાં સાથે વાહનો પણ ઈલેક્ટ્રિક જ ખરીદવામાં આવશે . સાથે સાથે મનપાના અધિકારીઓ , શાસકો માટે વપરાતા કોમન વ્હીકલ પણ ઈ – વ્હીકલમાં કન્વર્ટ કન્વર્ટ કરાશે . સુરત મનપાની ઈ – વ્હીકલ પોલિસી અંતર્ગત સુરત શહેરને ભારતભરમાં પ્રથમ ઈ.વી. સ્માર્ટ સિટી બનાવવાનો લક્ષ્ય પણ સિદ્ધ કરવા મનપા દ્વારા આવનારા દિવસોમાં વધુ ને વધુ ઈ – વ્હીકલની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રાજ્યમાં પહેલી વાર ઇલેક્ટ્રિક વાહન પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા પહેલી છે. આ પોલિસી હેઠળ ઈ વાહનો ધરાવતા વાહનચાલકોને અનેક લાભ પણ આપવામાં આવી રહ્યા છે. પોલિસી આવ્યા બાદ વાહનોની સંખ્યામાં ચાર મહિનામાં જ પાંચ ગણો જેટલો વધારો પણ થયો છે.

કોર્પોરેશન દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે જે સીટી બસ અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવે છે. તેમાં પણ ઈ બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ હવે મનપાના અધિકારીઓ અને શાસકો દ્વારા વાપરવામાં આવતા વાહનો પણ ઇલેક્ટ્રિક વાહનો હોય તેવી પહેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. અને જેના માટે પાંચ ઇલેક્ટ્રિક કાર ખરીદવાની દરખાસ્ત મુકવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જે મંજુર થયા બાદ ક્રમશ કોર્પોરેશન દ્વારા કચરાગાડી, તેમજ અન્ય વાહનો પણ ઇલેક્ટ્રિક બેઝ પર હોય તે રીતે ખરીદી કરવામાં આવશે. આમ, શહેરીજનોને પણ ઈ વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન મળે તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવો જે રીતે વધી રહ્યા છે તેને જોતા આવનારા દિવસોમાં શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે તે નક્કી છે.

આ પણ વાંચો :

Surat : લોકડાઉનમાં જયારે બધી ઓફિસો બંધ હતી, ત્યારે પણ યુનિવર્સીટીએ 3 મહિનામાં 3 લાખ રૂપિયાની વીજળી વાપરી !

પાણીની પારાયણ શરૂ, વિયરની સપાટી ઘટતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો

g clip-path="url(#clip0_868_265)">