AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ બાળકોનું જીવન જોખમમાં મુકનાર ટયુશન ક્લાસીસની 5 શાખાઓ સીલ કરાઈ

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ ફ્રેન્ડસ ક્લાસીસની 5 શાખાઓને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બાળકોની સુરક્ષા અને સલામતી મામલે કોઈ બાંધછોડના મૂડમાં ન જણાતા તંત્રએ આ કડક કાર્યવાહી કરી અન્ય લાપરવાહ લોકોએ પણ એક કડક મેસેજ પહોંચાડ્યો છે.

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ જેવી ગંભીર ઘટનાઓ બાદ પણ બાળકોનું જીવન જોખમમાં મુકનાર ટયુશન ક્લાસીસની 5 શાખાઓ સીલ કરાઈ
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 04, 2023 | 7:48 AM
Share

સુરત: વર્ષ 2019 માં ચાર માળના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં કોચિંગ ક્લાસના 19 વિદ્યાર્થીઓના મોત થયા હતા. બિલ્ડીંગ પરથી કૂદવાથી તો કેટલાકના શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગનું દ્રશ્ય અત્યંત ભયાનક હતું.

આગ ત્રીજા-ચોથા માળે લાગી હતી. આ ઘટના બાદ સુરત શહેરમાં ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. સુરતમાં ફાયર વિભાગ ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જોકે સમય બીટી જ્યાં કડકાઈ નબળી પડી હતી.તાજેતરમાં સચિન જીઆઇડીસી દુર્ઘટના બાદ ફરીએકવાર તંત્રમાં સતર્કતા જોવા મળી રહી છે. ફરીએકવાર સુરક્ષા અને સલામતીને નેવે મુકનાર કોમ્લેક્સ સંચાલકો સામે તંત્ર લાલ આંખ કરી રહ્યું છે.

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ ફ્રેન્ડસ ક્લાસીસની 5 શાખાઓને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બાળકોની સુરક્ષા અને સલામતી મામલે કોઈ બાંધછોડના મૂડમાં ન જણાતા તંત્રએ આ કડક કાર્યવાહી કરી અન્ય લાપરવાહ લોકોએ પણ એક કડક મેસેજ પહોંચાડ્યો છે.

સુરત ફાયર વિભાગ દ્વારા ફ્રેન્ડસ ક્લાસીસ ની 5 શાખાઓને સીલ કરી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ ફ્રેન્ડસ ક્લાસીસની શાખાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમજ ફાયર સેફટીની સિસ્ટમ ઉપલબ્ધ હોવા છતાં સંસ્થાએ ફાયર NOC લીધું ન હતું.

સરકારી નિયમોની અવગણના કરનાર સંસ્થાઓના બિલ્ડીંગમાં NOC ના અભાવે શાખાઓને સીલ કરવામાં આવેલ છે. મહત્વનું છે કે ફાયર વિભાગ દ્વારા આ અગાઉ નાનપુરા સ્થિત આવેલા પાનવાલા ટ્યુશન કલાસીસ જયારે સૈયદપુરા સ્થિત વાવશેરી પાસે આવેલા પર્સનલ ટ્યુશન ગ્રુપને સીલ કરવામાં આવ્યું હતું

તંત્ર દ્વારા ફ્રેન્ડ્સ ક્લાસીસની સીલ કરાયેલ શાખાઓ

  • દિન દયાલ સોસાયટી પાલનપુર રોડ – સુરત
  • ભક્તિ વેદાંત સોસાયટી હની પાર્ક રોડ અડાજણ – સુરત
  • સુમન ફ્લેટ રાંદેર રોડ – સુરત
  • એલ પી સવાણી રોડ અડાજણ – સુરત
  • રાજ વિક્ટોરિયા ૩જો માળ પાલ ગામ – સુરત

આ પણ વાંચો : સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી, જાણો વિગતવાર માહિતી વિડીયો દ્વારા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">