સુરત : લેજેન્ડ લીગ ક્રિકેટમાં સુરક્ષામાં ચુક, સેલ્ફી લેવા યુવાન ગ્રાઉન્ડમાં પહોંચી ગયો
સુરતમાં સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. આ મામલે આ વ્યક્તિની અટકાયત કરી ગ્રાઉન્ડની બહાર કાઢવામાં આવ્યો હતો. સુરતમાં યોજાયેલ લેજેન્ડ લીગ ક્રિકેટમાં સુરક્ષામાં ચુકનો મામલો સામે આવ્યો છે. સેલ્ફી લેવાની ઘેલછામાં યુવાને સુરક્ષા વ્યસ્થાને ભેદવાનો પ્રયાસ કર્યો હતો.

મામલે યુવાનની પૂછપરછમાં માત્ર સેલ્ફીની ઘેલછામાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં લેજેન્ડ લીગ ક્રિકેટમાં ચાલુ મેચ દરમ્યાન એક દર્શક સેલ્ફી લેવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો જેણે દોડધામ મચાવી હતી. સુરક્ષાકર્મીઓએ યુવાનને અટકાવી ગ્રાઉન્ડની બહાર લાવવામાં આવ્યો હતો. ક્રિકેટ મેનેજમેન્ટની ટીમના એક સભ્ય દ્વારા યુવકને માર પણ મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. યુવક પર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યો હતો.