AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ, પોલીસે દરોડો પાડી 1.29 લાખનો મુદામાલ કબજે કર્યો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું હતું જ્યાં એસઓજી પોલીસે દરોડો પાડી દુકાન માલિકની ધરપકડ કરી હતી અને દુકાનમાંથી 1.29  લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

Surat : પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ, પોલીસે દરોડો પાડી 1.29 લાખનો મુદામાલ કબજે કર્યો
Surat Police Arrest Accused
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 16, 2023 | 8:17 PM
Share

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું હતું જ્યાં એસઓજી પોલીસે દરોડો પાડી દુકાન માલિકની ધરપકડ કરી હતી અને દુકાનમાંથી 1.29  લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી આવા દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

વિજય પાન નામની દુકાનમાં અગાઉ એસઓજી પોલીસ દ્વારા રેઇડ કરી

આ દરમ્યાન સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે વેસુ કેનાલ રોડ સ્વસ્તિક રેસીડેન્સીની બાજુમાં મની આર્કેડમાં આવેલા વિજય પાન નામની દુકાનમાં અગાઉ એસઓજી પોલીસ દ્વારા રેઇડ કરી દુકાનમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો  કબજે કરવામાં આવ્યો હતો જે દુકાનદાર હાલમાં પણ પોતાની દુકાનમાં ઈ સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.

દુકાનમાંથી કુલ 1.29 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો

બાતમીના આધારે પોલીસે દુકાનમાં રેડ કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસિયા. રહેઠાણ બમરોલી રોડ, પાંડેસરા સુરતને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની દુકાનમાંથી કુલ 1.29 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી સામે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gujarati Video: મહાશિવરાત્રિ પર્વે વડોદરાના સુરસાગર તળાવમાં 111 ફૂટની ભગવાન શિવની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ કરાશે

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">