AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં ધોળા દિવસે ગોડાદરામાં બંદૂકની અણીએ 80 હજારની લૂંટ, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળો દિવસે લૂટની ઘટના સામે આવી છે. જમીન દલાલની ઓફિસમાં માથાભારે ઈસમ તેના સાગરિત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન સાથે કુલ 80 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટ ચલાવી ભાગતા ઈસમો બિલ્ડીંગના સીસીટીવીમાં કેદ થયા છે.

Surat માં ધોળા દિવસે ગોડાદરામાં બંદૂકની અણીએ 80 હજારની લૂંટ, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
Surat Loot
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 5:59 PM
Share

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળો દિવસે લૂટની ઘટના સામે આવી છે. જમીન દલાલની ઓફિસમાં માથાભારે ઈસમ તેના સાગરિત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તોલ બતાવી સોનાની ચેઈન સાથે કુલ 80 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. લૂંટ ચલાવી ભાગતા ઈસમો બિલ્ડીંગના સીસીટીવીમાં કેદ થયા છે.ત્યારે આ આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ અને સીસીટીવીના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રૂપિયાની ઉઘરાણીમાં ઓફિસમાં ઘૂસી આપી ધમકી

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ગુડ્ડુ યાદવ ગોડાદરા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ માર્કેટમાં ઓફીસ ધરાવે છે. ગતરોજ ગુડ્ડુ યાદવ ઓફીસ પર હાજર ન હતો ત્યારે તેની ઓફિસમાં તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસમાં કામ કરતો વ્યક્તિ જગન્નાથ હાજર હતા. દરમ્યાન બપોરના અઢી વાગ્યાના અરસામાં રાહુલ રામસુરત યાદવ અને તેનો સાગરિત ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને રિવોલ્વર જેવું હથીયાર કાઢી રજુ યાદવના માથે મૂકી ધમકીઓ આપી હતી અને તેને લેવાના 8 લાખ રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું

માથા ભારે ઓફિસમાંથી લૂંટ કરી ફરાર

આ ઘટના બાદ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર ગુડ્ડુના ભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને ગુડ્ડુના ભાઈના ગળામાંથી સોનાની ચેઈન તેમજ ઓફીસમાં રહેલા 50 હજારની લૂંટ કરી હતી એટલું જ નહી ધાક ધમકીઓ આપી જતી વખતે ઓફીસનો કાચનો દરવાજો તોડી બુમ બરડા પાડી નીકળી ગયો હતો.

લૂંટ ચલાવી જતા ઇસમો સીસીટીવીમાં કેદ

આ સમગ્ર મામલે બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ખંડણી, લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે બીજી તરફ આ ઘટનાનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચો : Gujarat weather: આ શહેરોમાં બપોરે થઈ રહ્યો છે ઉનાળાનો અનુભવ, જાણો કયા શહેરોનું દિવસનું તાપમાન છે ઉંચું

Follow Us
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
g clip-path="url(#clip0_868_265)">