Gujarati Video: મહાશિવરાત્રિ પર્વે વડોદરાના સુરસાગર તળાવમાં 111 ફૂટની ભગવાન શિવની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ કરાશે
વડોદરાવાસીઓ માટે મહાશિવરાત્રિનું પર્વ ખરા અર્થમાં મહા પર્વ બની રહેશે. મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની ભગવાન શિવજીની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાદેવની સોને મઢેલી સુંદર પ્રતિમાનું લોકાર્પણ થશે
વડોદરાવાસીઓ માટે મહાશિવરાત્રિનું પર્વ ખરા અર્થમાં મહા પર્વ બની રહેશે. મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની ભગવાન શિવજીની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાદેવની સોને મઢેલી સુંદર પ્રતિમાનું લોકાર્પણ થશે. 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું છે. લોકાર્પણ પહેલાં દેવાધિદેવની પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા છે.
સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકવામાં આવશે
મહાશિવરાત્રિએ પરંપરાગત રીતે પહેલા શિવજી કી સવારી નીકળશે. પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન થઇને શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને શહેરભરમાં ભ્રમણ કરી શિવજી કી સવારી સાંજે સુરસાગર પહોંચશે. આ સાંજે મહાઆરતી યોજાયા બાદ મુખ્ય મહેમાનો દ્વારા આ સુવર્ણજડિત પ્રતિમા ખુલ્લી મુકવામાં આવશે. આ મહોત્સવમાં સામેલ થવા સમગ્ર વડોદરા શહેરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Mahashivratri 2023 : મહાદેવના આ મંદિરમાં દર્શન માત્રથી થાય છે કાલસર્પ દોષ દુર, મળે છે સુખ-શાંતિ