Surat: શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ એક દર્દીનું મોત

સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis) કહેર યથાવત છે. મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ થયા તો એક દર્દીનું મોત થયું છે.

| Updated on: May 27, 2021 | 10:44 AM

સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો (Mucormycosis)કહેર યથાવત છે. મ્યુકોરમાઇકોસિસના નવા 6 દર્દી દાખલ થયા તો એક દર્દીનું મોત થયું છે. હાલ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે 179 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી 7 દર્દીઓની આંખો કાઢી લેવાઇ છે. મ્યુકોરમાઇકોસિસે અત્યાર સુધી કુલ 22 દર્દીઓનો ભોગ લઇ લીધો છે અને 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, આ આંકડા તો સરકારી હોસ્પિટલોના છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની વિગત તો મનપા આપતું પણ નથી.

રાજ્યમાં કોરોના (Corona)નાં કેસો ઘટયા પણ મ્યુકોરના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગુજરાતના ૬ શહેર-જિલ્લામાં બુધવારે મ્યુકોરમાઇકોસિસના ૭૯ નવા કેસ સાથે ૫ દર્દીના મોત નિપજ્યાં છે. જો કે રાજકોટમાં ૪૦૦ જેટલા મ્યુકોરના દર્દીઓ ઓપરેશન માટે વેઇટીંગમાં છે.

વડોદરા શહેરમાં બુધવારે મ્યુકરના ૨૨ નવા કેસ સાથે એક દર્દીનું મોત થયું છે. વડોદરામાં અત્યારસુધી કુલ ૨૮૦ કેસ થયાં છે. વલસાડ જિલ્લામાં એક નવા કેસ સાથે બે દર્દીના મોત થયા છે. તેની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૨૩ અને મૃત્યુ આંક ૭ થયો છે. અમદાવાદ સિવિલમાં મ્યુકરના વધુ ૨૫ કેસ નોંધાયા છે.

ઉપરાંત વધુ એક દર્દીનું મોત થયું છે. તેની સાથે હાલ સિવિલમાં કુલ દાખલ દર્દીની સંખ્યા ૪૭૧ થઇ છે. એટલે અત્યાર સુધીમાં સિવિલના કુલ દર્દીનો આંકડો ૭૫૦ ને પાર થયો છે. રાજકોટમાં મ્યુકરના વધુ ૧૭ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા ૬૦૦ ની સપાટીને વટાવી ગઇ છે. જ્યારે ૪૦૦ જેટલા મ્યુકોરના દર્દીઓ ઓપરેશન માટે વેઇટીંગમાં છે.

જો કે રાજકોટ સિવિલમાં પાંચ ઓપરેશન થિયેટરો કાર્યરત હતા. હવે વધુ બે ઓપરેશન થિયેટરનો વધારો કરાયો છે. જામનગરમાં પણ બ્લેકફંગસના વધુ ૪ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૨૪ થઇ છે.

અમદાવાદમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ વધી રહ્યા છે. જેમાં એ ખાસ જોવાયું છે કે 80 ટકા લોકોને કોરોના થયા બાદ આ રોગ લાગુ પડ્યો છે અને આ તમામને સ્ટીરોઈડ અપાયું હતું. માત્ર અસારવા સિવિલની જ વાત કરીએ તો હાલમાં અહીં 335 દર્દી દાખલ છે.

અત્યાર સુધી 650 દર્દી દાખલ થયા છે, જ્યારે 80 ટકાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે, જેમાંથી 80 ટકાને સ્ટીરોઇડ અપાયુ હતુ તો 90 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોરોના બાદ દાખલ થયા હતા. એમાંથી 10 ટકા દર્દીઓ એવા હતાં જેઓ ઘરે રહ્યા હતાં છતાં તેમને મ્યુકોરમાઈકોસીસ થયો છે. એટલે કે કોરોનાથી બચી ગયા તો હવે આ નવી વ્યાધિમાં ફસાયાની લાગણી દર્દીઓ અનુભવી રહ્યા છે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">