સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અને કિસ્સાઓ સુરત શહેરમાં સમયા અંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટમાં ગેંગવોર થવાની શક્યતા હતી. પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો. જેમાં કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટ માં હાજર રહ્યા હતા. કે દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા. ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડયો હતો.
જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી બે ગેંગના સાગર તો ને પરિસર અને બીજા માટે બાથરૂમમાં સંતાયેલા હથિયાર સાથેના સાગ્રિતોને ઝડપી પાડ્યા છે અન્ય સાગરી તો જે સાથે હતા તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે જેને ઝડપી પાડવા ઉમરા પોલીસ સક્રિય થઈ છે. (1) આકાશ બાબાસાહેબ વાઘમારે ઉ.વ.27 રહે-301, ગોકુલનગર, રામાપીર મંદીરની બાજુમાં ભટાર સુરત શહેર (2) ઇમરાન ગડી (3) ઇમરોજ દાલ યાવલ (4) ભરત પચ્ચીસ (5) અમીર બટકો (6) બાઉન્સર(7) સલીમ કોન્યા (8) અજુ રાંદેર (9) કમાન્ડો ઇરફાન રમજાન શેખ ઉર્ફે કમાન્ડો તેમજ બીજા 7 થી 8 માણસો નાસી છૂટ્યા છે.
Published On - 7:52 pm, Thu, 2 March 23