Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ખટોદરા, પાંડેસરામાં 14 વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, 12 આરોપીની ધરપકડ

Surat: ખટોદરા અને પાંડેસરા વિસ્તારમાં પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરતા 14 લોકો સામે કાર્યવાહી કરી છે, જેમા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વ્યાજખોરો સામે સામૂહિક કેસ કરી કાર્યવાહી કરી રહી છે.

Surat: ખટોદરા, પાંડેસરામાં 14 વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, 12 આરોપીની ધરપકડ
વ્યાજખોર આરોપીઓ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 19, 2022 | 10:43 PM

સુરતમાં પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. જેમાં ખટોદરા અને પાંડેસરામાં એક સાથે 14 વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. 19 લાખના ધિરાણ સામે 37 લાખથી વધુનું ઊંચું વ્યાજ વસુલાત કરી લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસે ડ્રગ્સની જેમ વ્યાજખોરો સામે પણ ઝુંબેશ ઉપાડી છે. જે અંતર્ગત પોલીસ વ્યાજખોરોના આતંક વિરુદ્ધ સામૂહિક કેસ કરી રહી છે. અગાઉ ઝોન 5ના પોલીસ મથકમાં પોલીસે એકસાથે અનેક વ્યાજખોરો સામે કેસ કર્યા હતા અને અનેકની ધરપકડ કરી હતી. ત્યારે હવે સુરત પોલીસ ઝોન 4માં આવેલ ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકના વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં કુલ 14 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી

સુરત શહેર પોલીસની ઝોન ફોર અંતર્ગત આવતા પોલીસ મથકમાં આજે પોલીસે ખૂબ જ મોટી વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. વ્યાજના ચંગુલમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોની અવારનવાર પોલીસ પાસે આવતી ફરિયાદોને ધ્યાને રાખી ઝોન 4માં આવેલ પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે એક સાથે બંને પોલીસ મથકોના મળીને 14 જેટલા વ્યાજખોરો સામે એક સાથે ગુના નોંધ્યા છે. જેમાં આ વ્યાજખોરો મુદ્દલ પર બમણાથી પણ ત્રણ ગણું વ્યાજ વસૂલી લોકોને હેરાન પરેશાન કરતા હતા. આ તમામ વ્યાજખોરો મળી 19 લાખ 51 હજારનું ધિરાણ કરી તેની સામે 37 લાખ 10 હજાર 100નું તો માત્ર વ્યાજ જ વસૂલ કરી ઉઘરાણી કરતા હતા. વ્યાજની રકમ મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હતા. જેમની સામે પોલીસે એક સાથે કાર્યવાહી કરી 12 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

અધધ 5%થી લઈ 100 ટકા સુધીનું વ્યાજ વસૂલતા

સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે એકસાથે કાર્યવાહી કરાયા બાદ આ અંગે પોલીસ કમિશનર અજય કુમાર ઉંમરે માહિતી આપતા જણાવ્યું હતું કે વ્યાજ પર ધિરાણ કરવાનો ધંધો લોકો કરી શકે છે, પરંતુ તેના પણ કેટલાક ધારા ધોરણો અને નિયમો છે. કોઈપણ વ્યક્તિ કોઈની પણ પાસેથી વાર્ષિક 18% એટલે કે મહિને દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલી શકતો નથી. પરંતુ અહીં તો મહિને પાંચ ટકાથી લઈ સો ટકા સુધીનું વ્યાજ વસૂલાત કરવામાં આવે છે.

લોકો આર્થિક ભીંસમાં આવીને મહામુસીબતમાં મુકાયા હોય ત્યારે ન છૂટકે વ્યાજે રૂપિયા લેતા હોય છે અને આવા લોકોનો લાભ આવા વ્યાજખોરો ઉપાડે છે. આવા જરૂરિયાતમંદ લોકો એક વાર રૂપિયા લીધા બાદ આજીવન વ્યાજના ચંગુલમાં જ ધકેલાયા કરે છે. જેથી પાંડેસરા અને ખટોદરા પોલીસ મથકમાં આવેલી વ્યાજખોરો સામેની તમામ ફરિયાદોમાં પોલીસે એક સાથે કાર્યવાહી કરી છે.

19 લાખથી 37 લાખ સુધીનું વસુલ્યુ માત્ર વ્યાજ, મુદ્દલ તો બાકીની બાકી જ

બંને પોલીસ મથક વિસ્તારમાં ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરોએ જરૂરિયાતમંદ ફરિયાદીઓને કુલ 19,51,000નું અલગ અલગ વ્યાજખોરોએ અલગ અલગ ભોગ બનનાર પાસેથી પાંચ ટકાથી લઈને સો ટકા સુધીનું વ્યાજ વસૂલ કરી રહ્યા છે. આ તમામે વ્યાજ પેટે અત્યાર સુધીમાં કુલ 37,10,100 જેટલા  રૂપિયા વસૂલ કરી લીધા છે અને હજુ પણ ફરિયાદીઓ પાસે વ્યાજ વસૂલ કરવામાં આવે છે મુદ્દલ તો બાકી જ રહે છે. જેને લઈ વ્યાજખોરો વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ મથકમાં કુલ 11 તથા કડોદરા પોલીસ મથકમાં કુલ ત્રણ ગુનાઓ મળી 14 ગુનાઓ એક સાથે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ભોગ બનનારને બહાર કાઢવાની સુરત પોલીસે ઝુંબેશ ઉપાડી છે.

આપના મહિલા મોરચાના પ્રમુખના પતિ ગૌતમ પટેલ સામે પણ નોંધાયો ગુનો

પોલીસની વ્યાજખોરોની આ કાર્યવાહી સામે સુરત આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાયો છે. મહિલા મોરચાના પ્રમુખના પતિ ગૌતમ પટેલ સામે પાંડેસરા પોલીસ મથકમાં ઊંચું અને ગેરકાયદે રીતે વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરવાનો ગુનો નોંધાયો છે. હાલ સુરત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે પોલીસે આપના મહિલા મોરચાના પ્રમુખના પતિની ધરપકડ કરી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આવનારા સમયમાં ગૌતમ પટેલની પણ ધરપકડ થઈ શકે છે. હાલ ગૌતમ પટેલ ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયો છે.

g clip-path="url(#clip0_868_265)">