સેકસ રેકેટ ડામવા સુરત પોલીસના 21 કૂટણખાના પર દરોડા, 25 વિદેશી સહિત 51 યુવતીને કરાવાઇ મુક્ત

સુરત ત્રણ મહિલા એસીપી અને એક ડીસીપીની ટીમે છેલ્લા એક મહિનામાં 21 ઠેકાણે દરોડા પાડ્યા હતાં. અહીંથી 25 વિદેશી સહિત 51 યુવતીઓને ઉગારવામાં આવી હતી.

સેકસ રેકેટ ડામવા સુરત પોલીસના 21 કૂટણખાના પર દરોડા, 25 વિદેશી સહિત 51 યુવતીને કરાવાઇ મુક્ત
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 05, 2023 | 2:50 PM

સુરતમાં ડ્રગ્સ માફિયાઓ, સ્નેચર્સ, વ્યાજખોરો બાદ હવે શહેર પોલીસ કમિશનર અજય તોમરે સેક્સ રેકેટ ઓપરેટ કરનારાઓ સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. આ માટે મેદાને ઉતારાયેલી ત્રણ મહિલા એસીપી અને એક ડીસીપીની ટીમે છેલ્લા એક મહિનામાં 21 ઠેકાણે દરોડા પાડ્યા હતાં. અહીંથી 25 વિદેશી સહિત 51 યુવતીઓને ઉગારવામાં આવી હતી. જ્યારે આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા 55 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ, સ્નેચિંગ, છેડતી, વ્યાજખોરી સામે કાર્યવાહી-અજય તોમર

સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની કામગીરી સાથે સામાજીક દૂષણ કહી શકાય એવી ગુનાહિત પ્રવૃતિ ડામવા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરમાં સામાજીક, રાજકીય અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે મળી શહેરની સ્થિતિનો સર્વે કરી તબક્કાવાર સુનિયોજીત રીતે મુદ્દાસાર કામગીરી હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ, સ્નેચિંગ, છેડતી, વ્યાજખોરી જેવા મુદ્દાઓ કહો કે દૂષણો સામે કરાયેલી કાર્યવાહી પરિણામલક્ષી રહી છે.

ફરિયાદો સામે ત્વરિત કાર્યવાહી

વધુમાં તેમણે જણાવ્યુ કે, આ તમામ ક્ષેત્રના ન્યૂસન્સ કહી શકાય એવા તત્વો સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હાથ ધરેલી ઝૂંબેશને પગલે લોકોમાં જાગૃતિ અને હિંમત કેળવાઇ છે. તેઓ હવે આ દૂષણ, અન્યાય કે ગુનાહિત પ્રવૃતિ મામલે આંખ આડા કાન કરી રહ્યા નથી, તેઓ ખૂલીને સામે આવી રહ્યા છે, પોલીસની મદદ લઇ રહ્યા છે. નિર્ભિક પણે અપાતી ફરિયાદો નોંધી ત્વરિત કાર્યવાહી કરાઇ રહી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

સેકસ રેકેટ પર દરોડા વિશે તેમણે જણાવ્યુ કે, આ કાર્યવાહી દરમિયાન એક સ્ટ્રોંગ ફીડબેક એવો આવ્યો કે સ્પા આડમાં ચાલી રહેલા સેક્સ રેકેટ સામે પણ કડક કાર્યવાહીની આવશ્યકતાં છે. મુદ્દો ગંભીર અને યુવાઓને સ્પર્શે એવો હતો. આ મુદ્દે આડેધડ દરોડાની કાર્યવાહીના સ્થાને તેની પુરતી માહિતી મેળવાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ડીસીપી રૂપલ સોલંકીને તેમનું સુપર વિઝન સોંપાયું હતું.

ફેબ્રૂઆરી માસ દરમિયાન શહેરમાં 21 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં સ્પા આડમાં તે રહેણાંક વિસ્તારમાં સેક્સ રેકેટ ચલાવનારા 55 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતાં. આ દરોડામાં 25 વિદેશી સહિત 51 મહિલાઓને ઉગારવામાં આવી હતી. સૌથી વધું 8 કૂટણખાના ઉમરા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયા હતાં.

ગોરખધંધા માટે દુકાન, મકાન ભાડે આપનારાઓને પણ સકંજામાં લેવાશે

પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સેક્સ રેકેટ માટે દુકાન કે મકાન ભાડે આપરાનાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. દુકાન અને મકાન માલિકોએ એ ધ્યાન રાખવું જોઇએ કે તેમની પાસેથી મિલકત જે હેતુથી ભાડે લેવામાં આવી હતી. એ હેતુ અનુસારની જ પ્રવૃતિ ત્યાં થઇ રહી છે કે કેમ તેની તપાસ કરાશે. દુકાનો હોય એવા સંજોગોમાં ગુમાસ્તાધારા લાયસન્સ રદ કરવાની પ્રોસીજર પણ પોલીસ દ્વારા કરાશે.

Latest News Updates

ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
g clip-path="url(#clip0_868_265)">