ભારતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં ભૂતોની પૂજા કરવામાં આવે છે.

11 May, 2024 

Image - Socialmedia

ભારતમાં તહેવારો પર ભગવાની મૂર્તીની સ્થાપના કરી પૂજા કરવામાં આવતી હોય છે પણ ભારતના આ ગામમાં ભૂતોની પૂજા કરવામાં આવે છે.

Image - Socialmedia

 અહીંના લોકો માટે ભૂતોની પૂજા એક તહેવાર છે જેનો મેળો ભરાય છે અને અહીં ધડ વગરના ભૂતોની મૂર્તી બનાવી પૂજા કરવામાં આવે છે.

Image - Socialmedia

આ પૂજા પશ્ચિમ બંગાળના નાદિયા જીલ્લાના ફૂલિયા તાલતલા ખાતે કરવામાં આવે છે અહીં તે ભૂત પૂજા તરીકે ઓળખાય છે

Image - Socialmedia

અહીં આયોજિત ભૂત પૂજાના મેળામાં શાંતિપુર, રાણાઘાટ, હબીબપુર અને ફૂલિયાના ઘણા લોકો એકઠા થાય છે.

Image - Socialmedia

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, 1950 અને 1952 વચ્ચેના ભાગલા દરમિયાન પૂર્વ પાકિસ્તાનમાંથી ઘણા લોકો અહીં આવ્યા અને આ વિસ્તારમાં સ્થાયી થયા.

Image - Socialmedia

આ ‘ભૂત પૂજા’ બાંગ્લાદેશમાં પણ ઉજવવામાં આવી હતી. વિભાજન વખતે જ્યારે આ લોકો ઘર છોડીને અહીં આવ્યા હતા, ત્યારે તેમણે અહીં  'ભૂતપૂજા'નું આયોજન કરવાનું શરૂ કર્યું હતું.

Image - Socialmedia

આ બાદથી અહીં ભૂત પૂજા થાય છે. અહીં સન્યાસી લોકો શિવના મંત્રનો જાપ કરી ભૂતોની પરિક્રમા કરે છે.

Image - Socialmedia

અહીં પરિક્રમા માટે આવતા લોકો ચોખા, કઠોળ અને અન્ય અનાજ લઈને આવે છે અને દિવસના અંતે તે અનાજથી ભોજન બનાવવામાં આવે છે.

Image - Socialmedia