Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : પોલીસે કર્યો લાખો રૂપિયાનો તોડ ! MLA કાનાણીએ સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો કારણ

ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના સરથાણા પોલીસ મથક પર 8 લાખ રૂપિયાના તોડનો આરોપ લગાવ્યો છે. કોપીરાઈટ કેસમાં દરોડા દરમિયાન 20 લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ થયાનો દાવો કરવામાં આવ્યો છે.

Video : પોલીસે કર્યો લાખો રૂપિયાનો તોડ ! MLA કાનાણીએ સુરત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો કારણ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 19, 2025 | 5:09 PM

ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી આરોપ મૂક્યો છે કે, સરથાણા પોલીસ મથકે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. તેમણે આ મામલામાં તોડ કરનારા પોલીસકર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરીને “તોડબાજ પોલીસકર્મીઓનું સરઘસ કાઢવા”ની માંગ કરી છે.

કોપીરાઈટ કેસમાં ગોડાઉન પર દરોડા અને ભ્રષ્ટાચારનો આક્ષેપ

મુંબઈની જાણીતી ફિનાઈલ કંપનીએ કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવતા સરથાણા પોલીસે સીમાડા કેનાલ રોડ પર આવેલા આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી 3.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવા છતાં ધારાસભ્ય કાનાણીના દાવા મુજબ ગોડાઉનમાં 20 લાખથી વધુનો મુદ્દામાલ હતો, જેમાંથી મોટો હિસ્સો ગોડાઉનમાંથી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધાઈ

આ કેસમાં આરના એન્ટરપ્રાઈઝના ત્રણ માલિકો હોવા છતાં માત્ર એક માલિક સામે જ FIR નોંધી હતી. આ ઘટના બાદ તોડના 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને જતો રહ્યો હતો, એવો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે.

35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?
Mangoes For Mughal : મુઘલો માટે કેરી ક્યાંથી આવતી?
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની પત્નીએ જાહેર કર્યું એક ઈનામ

પોલીસે ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપો

કાનાણીએ પત્રમાં આરોપ મૂક્યો કે, પોલીસે ગલીના ગુંડા જેવો હપ્તો વસૂલ્યો છે અને માલિકોને દબાવીને કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું છે. તેઓએ સીસીટીવી ફૂટેજ અને ગોડાઉન માલિકોની પૂછપરછ કરાવવા માટે પણ અનુરોધ કર્યો છે, જેથી સત્ય સામે આવી શકે.

2 મહિના બાદ મામલે ઉહાપોહ, DCPને તપાસના આદેશ

તોડકાંડનો વિવાદ વધુ વકરતા 2 મહિના બાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે DCP (ઝોન-1) આલોક કુમારને તપાસના આદેશ આપ્યા છે. DCP આલોક કુમારે જણાવ્યું કે, ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે પેપર અને પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થશે.

સીસીટીવી ફૂટેજ ખુલાસો કરી શકે છે

આ સમગ્ર મામલે નહેરવાળી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ સમગ્ર કાંડને ખુલ્લો પાડવા માટે મહત્વપૂર્ણ પુરાવા સાબિત થઈ શકે છે.

અંતિમ નિર્ણય માટે તપાસ રિપોર્ટની રાહ

હવે તમામ દાવાઓ અને પુરાવાઓની પુષ્ટિ માટે DCP દ્વારા સચોટ તપાસ બાદ રિપોર્ટ રજૂ કરાશે, જેનાથી સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતના અન્ય આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">