Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના 118 રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, કૂલરના પાણીમાં ભેળવ્યો હતો આ પદાર્થ

સુરત : અવિશ્વસનીય પણ સત્ય! સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા “અનભ જેમ્સ” નામના રત્ન કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. 118 જેટલા  રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ તબિયત લથડવા લાગી હતી. જે પછી 108 જેટલા રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Breaking News : સુરતના 118 રત્નકલાકારોને મારી નાખવાના ષડયંત્રનો પર્દાફાશ, કૂલરના પાણીમાં ભેળવ્યો હતો આ પદાર્થ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2025 | 10:16 AM

સુરત : અવિશ્વસનીય પણ સત્ય! સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા “અનભ જેમ્સ” નામના રત્ન કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. 118 જેટલા  રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ તબિયત લથડવા લાગી હતી. જે પછી 108 જેટલા રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

શું હતી ઘટના ?

ગઈકાલે કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ એકે એક તબિયત લથડવા લાગી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને 108 જેટલા કલાકારોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કિરણ હોસ્પિટલમાં 104  રત્ન કલાકાર દાખલ છે. ડાયમંડ હોસ્પિટલમાં 14 રત્ન કલાકાર દાખલ સારવાર હેઠળ છે. ICUમાં 2 રત્ન કલાકાર દાખલ દાખલ છે.  તમામની તબિયત હાલ સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે.

 તપાસમાં શું ખુલ્યુ ?

પોલીસ અને FSLના અનુસંધાનમાં ખુલાસો થયો છે કે કૂલરમાં સેલ્ફોસ નામનું ઝેરી પદાર્થ મળ્યું છે. આ પદાર્થનું પાઉચ કોઇએ ખાસ રીતે કૂલરમાં નાખ્યું હતું. જો કે પાઉચનું અંદરનું પેકેટ ખુલ્યું ન હોવાથી ઝેરી અસરની તીવ્રતા ઓછી રહી અને મોટી જાનહાનિ ટળી.

સાસુ-વહુ વચ્ચે ઝગડા થાય છે તો આ કરો ઉપાય, પરસ્પર પ્રેમ વધશે!
રસોઈ માટે આ તેલ છે બેસ્ટ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
એક AC કેટલા વર્ષ સુધી વાપરી શકાય? ક્યારે બદલવું યોગ્ય છે, જાણો અહીં
તુલસીના છોડ પાસે કેમ દીવો પ્રગટાવવામાં આવે છે? જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે

સરકારે તાત્કાલિક પગલાં લીધા

મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઘટનાની તમામ માહિતી મેળવી હતી. તેમના આદેશ બાદ રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયા સુરત પહોંચ્યા હતા. તેમણે જાતે જ હોસ્પિટલની મુલાકાત લઈને અસરગ્રસ્ત કલાકારોની ખબર લઈ અને મુખ્યમંત્રીને સ્થિતિની જાણકારી આપી.

હાલની સ્થિતિ શું છે ?

તબીબોની સૂચના મુજબ, બધાની તબિયત સ્થિર છે. તમામ પર ચિકિત્સકોની કાળજીપૂર્વક દેખરેખ ચાલી રહી છે.  જો તબિયત સ્થિર જણાશે તો રત્નકલાકારોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ ઘટના એક ચેતવણીરૂપ સાબિત થઈ છે કે કારખાનાઓમાં કામદારોની સલામતી માટે વધુ સજાગતા જરૂરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પણ આવા ષડયંત્ર પાછળ કોણ છે તે શોધવી અને જવાબદારને કડક સજા થાય તે જરૂરી બની રહ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
g clip-path="url(#clip0_868_265)">