Surat: હાય રે ગંદકી ! પુણા વિસ્તારમાં ગંદકીથી ત્રાહિમામ સ્થાનિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

Surat સુરતના પુણા વિસ્તારના સ્થાનિકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજુનગરના સ્થાનિકોઓ આખરે કંટાળીને પાલિકા સામે રોષ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ એક્ઠા થઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સફાઈ વ્યવસ્થા કરવા માગ કરી હતી.

Surat: હાય રે ગંદકી ! પુણા વિસ્તારમાં ગંદકીથી ત્રાહિમામ સ્થાનિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 14, 2023 | 7:50 PM

Surat: સુરતના પુણા વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. જેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ સ્થાનિક નેતાઓ અને તંત્ર સામે ભારે વિરોધ નોંધાવ્યો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટી  રસ્તા પર ગંદકીના ઢેર છે અને રસ્તા પણ ખરાબ હાલતમાં છે.  તેમજ આવાર તત્વોનો પણ ત્રાસ છે. જેની અનેક રજૂઆત બાદ પણ રોડનું કામ અને ગંદકીની સફાઈના કામો ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે વિરોધ કરી તાત્કાલિક કામ કરાય તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. જો સમસ્યાનો હલ નહીં આવે તો લોકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

સ્થાનિકોએ હાય રે ગંદકી હાયના કર્યા સુત્રોચાર

સ્થાનિક રહેવાસી મૃગનભાઈએ જણાવ્યું હતું કે પુણા ગામમાં વોર્ડ નબર 17ની અંદર અંજુન નગર ચોકડી પાસે અમારી સોસાયટી આવેલી છે. છેલ્લા 5 વર્ષથી મનપા, વોર્ડ ઓફીસ, કમિશનર ઓફીસ વગેરે જગ્યાએ અરજીઓ કરીને થાકી ગયા છીએ, અમે હવે ગાંધી ચીંધ્યા માર્ગે જવાની તૈયારીમાં છીએ. અહી રોડ રસ્તાઓનું દબાણ પણ થાય છે કે એની કોઈ હદ નથી. સોસાયટીની પાછળ કચરાના ગંજ ફેકવામાં આવે છે. આ અંગે પણ અમે અરજીઓ કરીને થાકી ગયા છીએ. અહી રોડ પણ ખુબ જ ખરાબ છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

અહી સ્વર્ગ રેસીડેન્સી 1-2 અને રાજ પેલેસ 1-2 આ ચારેય એપાર્ટમેન્ટના રહીશો ત્રસ્ત થઇ ગયા છે, અહી બાળમંદિર છે જ્યાં અમારો બાળકો પણ ભણે છે. આજની તારીખમાં રોગચાળો પણ ખુબ છે, આ ગંદકીનું નિરાકરણ પણ મળતું નથી. જેથી હવે અમારી આ સમસ્યા હલ નહી થાય તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

આ પણ વાંચો: Surat : કિન્નર સમાજ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા, લોકોને તિરંગા અને બ્રોચનું વિતરણ પણ કરાયું

અહીંના સ્થાનિક કૈલાશબેન જણાવે છે કે અહીં બાલમંદિર પણ આવેલુ છે પરંતુ ગંદકીના કારણે બાળકોને મુકવા જતા પણ ડર લાગે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે અહીં અસામાજિક તત્વોનો પણ ઘણો ત્રાસ છે. બહેનદીકરીઓ બહાર નીકળતા પણ ડરે છે. રોડ પર જ ગેરેજ શરૂ કરવામાં આવ્યુ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે જો ગંદકીની સમસ્યાનુ નિરાકરણ નહીં આવેતો મોટુ આંદોલન કરશે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">