Surat : કિન્નર સમાજ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા, લોકોને તિરંગા અને બ્રોચનું વિતરણ પણ કરાયું
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સુરતમાં કિન્નર સમાજ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવોદય ટ્રસ્ટના નેજા હેઠળ સુરતમાં કીન્ન્નર સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
Surat : 15 ઓગસ્ટ અંતર્ગત ગુજરાતમાં તિરંગા યાત્રા (Tiranga yatra) કાઢવામાં આવી રહી છે. સુરતમાં કિન્નર સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો જોડાયા હતા આ ઉપરાંત સુરતના અલગ અલગ વિસ્તારોમાં ‘ભારત માતા કી જય’ના નારા સાથે કિન્નર સમાજ દ્વારા લોકોને બ્રોચ અને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા યાત્રા
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ચાલી રહેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનને વેગવંતુ બનાવવા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સુરતમાં કિન્નર સમાજ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવોદય ટ્રસ્ટના નેજા હેઠળ સુરતમાં કીન્ન્નર સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. કિન્નર સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ‘ભારત માતા કી જય’ તેમજ ‘વંદે માતરમ’ના નારા લગાવવામાં આવ્યા હતા અને આ સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. કિન્નર સમાજ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લોકોને તિરંગા અને બ્રોચનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
લોકોને તિરંગા તેમજ બ્રોચનું વિતરણ કરાયુ
કિન્નર સમાજ દ્વારા સુરતમાં સરાહનીયકાર્ય પણ કરવામાં આવે છે, ત્યારે હાલમાં હર હર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતા લોકોને તિરંગા તેમજ બ્રોચનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયુ
સુરત શહેરમાં પહેલી વખત કિન્નરો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું. સુરત શહેરની અંદર કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે કિન્નર સમાજ દ્વારા તેની અંદર કોઈને કોઈ રીતે સહભાગી બનતા જ હોય છે. કારણ કે સુરત દાનવીરોની કર્મભૂમિ રહી છે ત્યારે કોઈ વ્યક્તિઓને દાન આપવાનું હોય ત્યારે પણ આ કિન્નર સમાજ દ્વારા પહોંચ્યો હશે આગળ આવ્યા છે ત્યારે રાષ્ટ્ર ભાવનાની વાત છે, ત્યારે સુરતની કિન્નર સમાજ દ્વારા લોકોમાં જાગૃત આવે તે માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો