Surat : વરાછામાં લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બોદાનીની હત્યા, પોલીસે આરોપી કલ્પેશની કરી ધરપકડ

આ હત્યા રાહુલ બોદાનીના સાથીદાર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકીને કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કલ્પેશની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કલ્પેશને મારવા માટે રાહુલ અને તેના મિત્રો હત્યાના ઈરાદે કલ્પેશના ઘરે ગયા હતા.

Surat : વરાછામાં લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બોદાનીની હત્યા, પોલીસે આરોપી કલ્પેશની કરી ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 10:00 AM

સુરતના વરાછામાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બોદાની હત્યાની ઘટના બની છે. આ હત્યા રાહુલ બોદાનીના સાથીદાર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકીને કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કલ્પેશની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કલ્પેશને મારવા માટે રાહુલ અને તેના મિત્રો હત્યાના ઈરાદે કલ્પેશના ઘરે ગયા હતા.

આ પણ વાંચો : Surat: સુરતના 6 પોલીસ સ્ટેશને 8 માસમાં ઝડપેલા 37.97 લાખના દારૂના જથ્થાનો કર્યો નાશ

પરંતુ કલ્પેશે રાહુલ પાસેથી છરી છનવીને રાહુલની હત્યા કરી નાંખી હતી. હાલ તો વરાછા પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. થોડા દિવસો પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેના સમાધાન માટે ભેગા થયા હતા. પરંતુ ઉગ્ર બોલાચાલી થતા ઝઘડો લોહિયાળ બની ગયો હતો અને કલ્પેશે રાહુલ બોદાનીની હત્યા થઈ હતી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

રાજ્યમાં બનેલી અન્ય હત્યાની ઘટના

અમદાવાદના મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળી પોતાના જ પતિની ઠંડા કલેજે હત્યા કરી નાખી. દારૂડિયા અને શંકાશીલ પતિની રોજની મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ દીકરી સાથે મળી દુપટ્ટાથી પતિનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. પતિ રોજ માર મારતો હોવાથી તે મારશે તેવો ડર સતત પત્નીને સતાવતો હતો. આથી કંટાળેલી પત્નીએ તેની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતુ. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળુ દબાવવાથી મૃત્યુ થયુ હોવાનો ખુલાસો થતા પોલીસે હત્યારી પત્ની અને તેની દીકરીની ધરપકડ કરી હતી.

તો સુરતમાં હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી 28 વર્ષ બાદ પકડાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે નાસતા ફરતા આરોપી કૃષ્ણ રઘુનાથની કેરળમાંથી ધરપકડ કરી હતી. વર્ષ 1995ના માર્ચ મહિનામાં પાંડેસરા વિસ્તારમાં સાગરીતો સાથે મળી આરોપીએ મિત્રની હત્યા કરી હતી. આરોપીએ ગદારી કરતો હોવાનો વહેમ રાખી મિત્રની હત્યા કરી નાખી હતી. મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. હત્યા બાદ આરોપી પરિવાર સાથે કેરળમાં રહેવા જતો રહ્યો હતો. આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જીલ્લાનો રહેવાસી હતો.

આ અગાઉ સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">