Surat: સુરતના 6 પોલીસ સ્ટેશને 8 માસમાં ઝડપેલા 37.97 લાખના દારૂના જથ્થાનો કર્યો નાશ

સુરતમાં ઝોન 4ની હદમાં આવતા અઠવા, વેસુ, ઉમરા, પાંડેસરા, ખટોદરા, તથા અલથાણ .એમ કુલ 6 પોલીસ મથકમાંથી છેલ્લા 8 માસ દરમ્યાન પોલીસે 37,97, 688 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આ દારૂના જથ્થાનો નાશ કોર્ટની મંજૂરી સાથે કરવામાં આવ્યો હતો.

Surat: સુરતના 6 પોલીસ સ્ટેશને 8 માસમાં ઝડપેલા 37.97 લાખના દારૂના જથ્થાનો કર્યો નાશ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:31 PM

સુરત પોલીસ દ્વારા મોટી સંખ્યામાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સુરતના 6 જેટલા પોલીસ મથક દ્વારા છેલ્લા 8 મહિનામાં ઝડપાયેલા 37.97 લાખના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કર્યો હતો. સુરત પોલીસ દ્વારા આજે મોટી સંખ્યામાં દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. સુરત પોલીસના ઝોન 4ની હદમાં આવતા 6 પોલીસ મથકનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 માસ દરમ્યાન રૂ 37.97 લાખનો દારૂ પકડાયો હતો. આ દારૂના જથ્થા પર પાંડેસરા વિસ્તારમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

સુરતમાં અવારનવાર બુટલેગર દ્વારા સતત દારૂ ઘુસાડવાનો પ્રયત્ન  કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આ  દારૂ ઝડપી લેવામાં આવતો હોય છે. આ પ્રકારે પોલીસે અનેક વખત દારૂના જથ્થાને ઝડપી લીધો છે. જોકે  પોલીસ દારૂ ઝડપે તે પછી ઘણો સમય આ જથ્થો પડી રહેતો હોય છે.  પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ આ દારૂના જથ્થાને કોર્ટની પરમિશન બાદ જ નાશ કરવામાં આવે છે.

કોર્ટની પરવાનગી બાદ થાય છે દારૂના જથ્થાનો નાશ

કોર્ટે આપેલી પરવાનગી બાદ  પોલીસ દ્વારા આ દારૂના જથ્થાનો આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 મહિનામાં માત્ર 6 પોલીસ સ્ટેશનમાંથી 37 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સુરતમાં ઝોન 4ની હદમાં આવતા અઠવા, વેસુ, ઉમરા, પાંડેસરા, ખટોદરા, તથા અલથાણ .એમ કુલ 6 પોલીસ મથકમાંથી છેલ્લા 8 માસ દરમ્યાન પોલીસે 37,97, 688 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આ દારૂના જથ્થાનો નાશ કોર્ટની મંજૂરી સાથે કરવામાં આવ્યો હતો.

પાંડેસરા સ્થિત તિરુપતિ સર્કલ પાસે સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે ખુલ્લી જગ્યામાં 37.97 લાખની 23,027 નંગ બોટલ રોડ ઉપર પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના પરથી રોડ રોલર ફેરવીને એક સાથે તમામ દારૂની બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો. 6 પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલ 37 લાખથી વધુના દારૂના જથ્થા પર પોલીસે આજે રોડ રોલર ફેરવી દીધું હતું.

સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન દારૂનાશની આ પ્રક્રિયા અંગે ડીસીપી સાગર બાગમરેએ જણાવ્યું હતું કે ઝોન 4 ની અંદર આવતા 6 પોલીસ મથકમાંથી 37.97 લાખનો જે વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો તેને નામદાર કોર્ટની પરમીશન લઈને નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar: સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે 2 વર્ષમાં દીપડાના હુમલામાં 27 માનવ મૃત્યુ, સિંહના હુમલામાં 7 માનવ મૃત્યુ થયા

g clip-path="url(#clip0_868_265)">