AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat ઓવર બ્રિજ પરથી આધેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પોલીસની સતર્કતાથી જીવ બચ્યો, જુઓ Video

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મધરાત્રે એક આધેડ ઓવર બ્રિજ પરથી નીચે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની સતર્કતાને લીધે આધેડનો જીવ બચી ગયો હતો. નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓનું ધ્યાન જતા પોલીસ અધિકારીઓ દ્વારા રસ્તા પર નેટ પકડી ઊભા રહ્યા હતા અને ઉપરથી કૂદતા આધેડને બચાવી લેવાયો હતો

Surat ઓવર બ્રિજ પરથી આધેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પોલીસની સતર્કતાથી જીવ બચ્યો, જુઓ Video
Surat Police Save Life
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 13, 2023 | 11:29 PM
Share

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મધરાત્રે એક આધેડ ઓવર બ્રિજ પરથી નીચે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની સતર્કતાને લીધે આધેડનો જીવ બચી ગયો હતો. નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓનું ધ્યાન જતા પોલીસ અધિકારીઓ દ્વારા રસ્તા પર નેટ પકડી ઊભા રહ્યા હતા અને ઉપરથી કૂદતા આધેડને બચાવી લેવાયો હતો. જેમાં સુરતના કાપોદ્રા ચાર રસ્તા ખાતે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ પરથી એક 50 વર્ષીય આધેડ આપઘાત કરતો હોવાની ઘટના બનવા પામી હતી. આધેડે બ્રિજ પરથી મધ રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના દરમિયાન કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ કર્મચારીનું ધ્યાન ઓવરબ્રિજ ઉપર ગયું હતું અને તેણે કોઈ વ્યક્તિ પુલ ઉપરથી કૂદતો જોયો હતો.

પોલીસે તેને રોકવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો

જેને લઇ પોલીસે આ આધેડને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસની સતર્કતાએ આખરે આધેડને બચાવી લેવાયો હતો.50 વર્ષીય આધેડ વયની વ્યક્તિ ઓવરબ્રિજ પરથી છલાંગ મારી આપઘાત કરવા અંગે પોલીસ પાસેથી માહિતી મળી હતી કે કાપોદ્રા પોલીસ મથકથી 500 મીટર દૂર એક વ્યક્તિ રાત્રિના બે થી અઢી વાગ્યા દરમ્યાન ઓવરબ્રિજની  પાળી ઉપર ચડી ગયો હતો. અને જાણે આપઘાત કરવાનો હોય તેવું લાગી રહ્યું હતું.જેને લઇ પોલીસે તેને રોકવાનો ખૂબ જ પ્રયાસ કર્યો હતો.

પરંતુ આધેડ કોઈ જ બાબતે સમજતો ન હતો. અને કૂદવાનો પ્રયાસ કરતો હતો. જેને લઇ પોલીસ સ્ટેશનથી નજીક કાપોદ્રા ફાયર સ્ટેશન આવ્યું છે ત્યાંથી ફાયરના અધિકારીઓને બોલાવી અને નેટ લઈ આવી નાઈટ પેટ્રોલિંગના પોલીસ કર્મચારીઓ નીચે પકડીને ઉભા રહ્યા હતા. આધેડને બ્રિજ પરથી કુદતો અટકાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે રોકાયો ન હતો અને કુદી પડ્યો હતો. ત્યારે નીચે નેટ પકડીને પોલીસ કર્મચારીઓ ઊભા રહેતા તેનો જીવ બચી ગયો હતો.

108 બોલાવી તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો

કાપોદ્રા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આધેડ જ્યારે ઉપરથી નીચે પડ્યો ત્યારે અમે નેટ પકડી ઉભા હતા.આટલો પ્રયાસ કર્યા છતાં નેટના ઝોલામાં ઊંચાઈથી પડતા તે જમીન પર થોડો પટકાયો હતો.જોકે નેટના કારણે આધેડને બહુ ઈજા પહોંચી ન હતી.માથામાં અને હાથના ભાગે વાગ્યું હોવાથી તે બેભાન થઈ ગયો હતો. જેથી 108 બોલાવી તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.અડધી રાતે બ્રિજ ઉપર ચડીને આધેડ આપઘાત શા માટે કરતો હતો તેની પાછળનું કારણ પોલીસ જાણી શકી ન હતી. ક્યાંક આ આધેડ અસ્થિર મગજનો હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. જેને લઇ તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

આ આધેડ બ્રિજ પરથી છલાંગ લગાવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેને લઇ આધેડ શા માટે આ પ્રકારનું પગલું ભરી રહ્યો હતો તે જાણી શકાયું ન હતું. ઉપરાંત આધેડ પાસેથી કોઈપણ તેના આધાર પુરાવા પણ મળી આવ્યા ન હતા. જેને લઇ તેની ઓળખ પણ થઈ શકી ન હતી. જોકે પોલીસની સતર્કતાથી મધ રાત્રે પણ આધેડનો જીવ બચી જવા પામ્યો છે.

બ્રિજ ઉપર તે રીતસર લટકી પણ ગયો હતો

બ્રીજ પરથી 50 વર્ષીય આધેડ આપઘાત માટે કૂદી રહ્યો હતો.ત્યારે એક વ્યક્તિ દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. આધેડને બચાવવા માટે પોલીસ કર્મચારી મધરાત્રે કામ કરતા પણ નજરે પડ્યા હતા. પોલીસે આ આધેડને નીચે ઉતારવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. પરંતુ આધેડ માન્યો ન હતો. બાદમાં બ્રિજ ઉપર તે રીતસર લટકી પણ ગયો હતો અને આખરે તે કૂદી પડ્યો હતો. ત્યારે પોલીસે તેને નેટ ઉપર જીલીને બચાવી લીધો હતો. હાલ આ આધેડ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : Gujarati Video: કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું, શું કહે છે પરિવારજનો, જુઓ Video

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">