મેટ્રોના(Metro ) મોનિટરિંગ માટે સુરતમાં બે સ્થળે કંટ્રોલ સિસ્ટમ સેન્ટર(CBTC) આવશે. જેમાંથી બે પૈકી એક સેન્ટર ડ્રીમ સિટીના(Dream City ) ડેપો ખાતે અને બીજું ભીમરાડના ડેપો ખાતે બનાવવામાં આવશે. સુરત મેટ્રો માટે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ હશે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવા કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
સુરત શહેરમાં મેટ્રોના બંને રૂટ માટેની કામગીરી શરૂ થઈ ચુકી છે. હાલમાં સુરત મેટ્રો માટે 3 પેકેજનું કામ ફુલફ્લેજમાં ચાલી રહ્યું છે અને અન્ય પેકેજો માટેના ટેન્ડરો બહાર પાડી દેવાયા છે. તેમજ અન્ય મશીનરી , સાધનસામગ્રી માટે પણ ટેન્ડરો એક પછી એક બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં મેટ્રોના મોનિટરિંગ માટે બે સ્થળોએ કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવવામાં આવશે.
જેમાં એક ડ્રીમ સિટીના ડેપો પાસે અને અન્ય ભીમરાડ નજીકના ડેપો પાસે બનશે. હાલમાં ડ્રીમ સીટી ડેપો પાસે આકાર પામનારા કંટ્રોલ સિસ્ટમ સેન્ટર માટેના ટેન્ડર મંગાવાયા છે. કુલ રૂ . 12,020 કરોડના સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે બે રૂટ નક્કી કરાયા છે. જેમાં એક ડ્રીમસીટીથી સુરત મેટ્રો માટે કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ હશે.
આ CBTC ( કોમ્યુનિકેશન આધારિત ટ્રેન કંટ્રોલ સિસ્ટમ ) પર આધારિત CATC ( ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ સિસ્ટમ ) જેમાં ATP 2 સરથાણા 22.77 કિ.મી તેમજ બીજા રૂટ સારોલીથી ભેસાણ માટે 19.26 કિ.મીનો રૂટ છે . શહેરમાં કુલ 7.02 કિ.મી ના અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે . આ તમામ રૂટ અને સ્ટેશનો પર મોનિટરિંગ રાખવા માટે કંટ્રોલ સિસ્ટમ સેન્ટર બનાવવામાં આવશે.
જેના થકી મેટ્રોની ગતિવિધિ પર સતત નજર રાખી શકાશે તેમજ સિક્યુરિટી અને અન્ય તમામ કમાન્ડ કંટ્રોલ કરી શકાશે .સુરત મેટ્રો માટે ( ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન ) , ATO ( ઓટોમેટિક ટ્રેન ઓપરેશન ) અને ATS ( ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન ) સબસિસ્ટમનો સમાવેશ કરાશે. જેમાં ટ્રેકસાઇડ અને ટ્રેન વચ્ચે રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરી સંચાલન કરવામાં આવશે.ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન ( એટીપી ) સિસ્ટમ સલામત ટ્રેનની કામગીરી પર સતત નજર રાખે છે અને જો ટ્રેન યોગ્ય કામ ન કરતી હોય તો જરૂરી ફેરફાર કરી શકાશે.
આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો