Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો
કોર્ટમાં ફેનિલ બેભાન થઈ જતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર આપી હતી જેથી થોડી કલાકોમાં તે સ્વસ્થ થઈ ગયો હતો.
સુરત (Surat) જિલ્લામાં થયેલી ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ (Grishma murder case) માં ફેનીલને સતત છેલ્લા 7 દિવસથી કોર્ટ (Court) માં રજૂ કરવામાં આવે છે કારણ કે કોર્ટમાં ડે ટુ ડે કેશ લાચી રહ્યો છે ત્યારે હત્યારો ફેનીલને ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત સાથે આજે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવતા જજ સામે ચાલુ કોર્ટ દરમિયાન આરોપી ફેનીલ કોર્ટમાં બેહોશ થઈ ગયો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ (hospital) લઈ જવાયો હતો. તાત્કાલિક સારવાર બાદ સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો હતો.
કોર્ટમાં ફેનિલ બેભાન થઈ જતાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવને પગલે તુરંત પોલીસ દ્વારા 108ને કોલ કરીને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર આપી હતી જેથી થોડી કલાકોમાં તે સ્વસ્થ થઈ ગયો હતો.
સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેના કેસની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે ફેનિલને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં 60થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમાં સમગ્ર હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
આ કેસમાં કોર્ટમાં રોજે રોજ કાર્યવાહી ચાલી રહી છે. આજે હત્યા નજરે જોનાર ગ્રીષ્માના ભાઈનું નિવેદન લેવાયું હતું.અત્યાર સુધી 60થી વધુ સાક્ષીઓના નિવેદન લેવાઈ ચુક્યા છે. આજે વધુ ચાર સાક્ષીઓના નિવેદન નોંધવાનાં હતાં. ગ્રીષ્માના ભાઈએ ગઈકાલે સમગ્ર ઘટના કોર્ટ સમક્ષ વર્ણવી હતી. હત્યાની નજરે જોનાર સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની લેવામાં આવી રહી છે.
હત્યારા ફેમિલ અચાનક કેમ બેહોશ થયો ??
મહત્વની વાત એ છે સતત 7 દિવસથી સુરત કોર્ટમાં ચકચારી હત્યા કેસમાં ડે ટુ ડે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અચાનક 7 માં દિવસે આરોપી ફેનીલ ચાલુ કોર્ટ દરમિયાન કેમ બેહોશ થયો તેવા અનેક સવાલો ઉભા થયા છે. શું હત્યારો ફેનીલ પોતાનો બચાવ કરવા માટે નાટક કર્યું છે કે ઓછી કોઈ કારણોસર તબિયત લથડી છે તેવા અનેક સવાલો ઉભા થયા છે. હાલ તો હત્યારા ફેનીલની સિવિલ સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચોઃ મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓનો ધમધમાટ શરૂ, ગાંધીનગરમાં બેઠક મળી, અમદાવાદમાં વ્યવસ્થા ગોઠવાઈ